જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જામનગરનાઓએ જીલ્લામાં પ્રોહી જુગારની પ્રવુતી સદંતર બંધ કરાવવા સુચના કરેલ હોય તેમજ ના.પો.અધિકુણાલ દેસાઇ સાહેબ ના માર્ગદર્શન અને સુચના મુજબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ એમ.આર.સવસેટા સાહેબ તથા સ્ટાફના માણસો પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ . ભગીરથસિંહ મયુરસિંહ જાડેજા ને મળેલ ખાનગી રાહે મળેલ બાતમીના આધારે ક્રીકેટ મેચ પર એપ્લીકેશન દ્વારા સટ્ટો રમતા આરોપી ( ૧ ) વીજય ઉર્ફે યુ.વી , દુદાભાઇ વાઢેર જાતે- રબારી ઉ.વ. ૨૫ ધંધો- પ્રાઇવેટ બસમાં કંડકટરનો રહે . ભગવતી પરા , ગોસ્વામી સમાજની પાસે , જામજોધપુર જી.જામનગર વાળાને જામજોધપુર બલવા ગામ તરફ જતા રોડ પર આવેલ રાધે હોટલની સામે રોડના પરથી કુલ મુદામાલ રૂપીયા રૂ . ૧૦,૫૬૦ – સાથે પકડી તથા પકડવા પર બાકી આરોપી ( ૨ ) કુણાલ કાંજીયા રહે . ખરાવાડ શેરી નં . ૦૨ જામજોધપુર મો.નં- ૭૬૭૬૭૬૫૭૬૩ ઉપર પોલીસ કોન્સ . ધવલસિંહ ચંદુભા સીસોદીયાની ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ પોલીસ હેડ કોન્સ . એ.બી.જાડેજાએ ધોરણસરની કાર્યવાહી કરેલ છે . આ કાર્યવાહી જામજોધપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ . એમ.આર.સવસેટા સાહેબ તથા પોલીસ હેડ કોન્સ અનોપસિંહ ભીખુભા જાડેજા તથા પો.કોન્સ.ધવલસિંહ ચંદુભા સીસોદીયા તથા પો.કોન્સ ભગીરથસિંહ મયુરસિંહ જાડેજા તથા પો.કોન્સ દીલીપસિંહ વાઘુભા જાડેજા તથા પો.કોન્સ ઋષીરાજસિંહ રણજીતસિંહ વાળા વિગેરેનાઓ દ્રારા કરેલ છે .
રિપોર્ટર- વિજયભાઈ બગડા. જામજોધપુર
