
• માનવ જીવન હણાય એવા ચેડા કરનાર મોતના સોદાગરો ચેતી જાય – તેમના આ કૃત્યને માનવ વધ અપરાધ ગણી તેમની સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરાશે..
• કાળા બજારીયાઓ સામે પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ (Prevention of Black Marketing) સહિતના કાયદાઓ હેઠળ પણ કાયદેસરની કાર્યવાહી કરાશે.
• રાજ્યની હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો સમયસર ઉપલબ્ધ બને તે માટે સિનિયર અધિકારીઓ ર૪ કલાક મોનિટરીંગ કરી રહ્યા છે: નવા ૧૧ PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કામગીરી ચાલુ..
• રાજ્યમાં કોરોનાની સારવાર માટે ૧પ માર્ચના રોજ ૪૧,૮૭૦ બેડ ઉપલબ્ધ હતા જે વધારીને આજે ૯૬,૦૬૬ બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે..