રાજયના માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના માન.મંત્રીશ્રી ઇશ્વર પરમાર પંચમહાલ જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને કોરોનાના આવા કપરા કાળમાં પણ વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો.

ગુજરાત રાજ્યના દીર્ઘદ્રષ્ટા, બાહોશ, સંવેદનશીલ અને તમામ વર્ગના લોકોની ચિંતા કરનાર એવા રાજયના માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના માન.મંત્રીશ્રી ઇશ્વર પરમાર (અનિલ) તેમજ વિભાગના અધિક અગ્રસચિવશ્રી મનોજ અગ્રવાલ (IAS) અને નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગરના શ્રી એન.એ.નીનામા (IAS) ના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને કોરોનાના આવા કપરા કાળમાં પણ વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો.
જે અંતર્ગત ધોરણ ૧ થી ૧૦ ના ૧૨,૭૬૨ વિદ્યાર્થીઓને રૂ.૨૦૮.૨૭ લાખની શિષ્યવૃતિ, ધોરણ ૧૧ થી કોલેજના ૨૧૪૨ વિદ્યાર્થીઓને રૂ.૩૬૪.૭૪ લાખની શિષ્યવૃતિ વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાય, ધોરણ-૯માં અભ્યાસ કરતી કન્યાઓને ૨૯૩ સાયકલોની ભેટ આપવામાં આવી. અનુસૂચિત જાતિના લોકોને સ્વરોજગારી મળી રહે અને સ્વતંત્ર વ્યવસાય કરી શકે તે માટે માનવ ગરીમા યોજના હેઠળ ૧૮૨ લોકોને સાધન સહાય આપવામાં આવી. આ ઉપરાંત ગરીબ લોકોને આવાસ બાંધકામ કરવા ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ ગ્રામ્ય અને શહેરી કક્ષાએ કુલ ૮૯૪ લાભાર્થીઓને ૩૮૪.૬૨ લાખની સહાય, મરણોત્તર સહાય પેટે ૯૪ વ્યક્તિઓને રૂ. ૪.૭૦ લાખની સહાય, વકીલ સ્ટાઇપેન્ડ યોજના હેઠળ ૪ જુનિયર વકીલોને ૦.૪૯ લાખની સહાય, કુવરબાઇનું માંમેરુ પેટે ૨૭ કન્યાઓને ૨.૭૦ લાખની સહાય, આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના હેઠળ ૮ યુગલોને ૮.૦૦ લાખની સહાય ચુકવવામાં આવી.અત્યાચારના ભોગ બનેલ અનુસૂચિત જાતિના ૫૦ લોકોને રૂ.૪૪.૧૩લાખનું વળતર આપવામાં આવેલ.આમ, વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન (માર્ચ-૨૦૨૧ સુધીમાં) પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ૧૬૦૦૫ લાભાર્થીઓને રૂ.૧૧૨૨.૨૭ લાખની (રૂ. ૧૧ કરોડ ૨૨ લાખ) સહાય ચુકવવામાં આવેલ જે પ્રસંગે પંચમહાલ જિલ્લાના અનુસૂચિત જાતિના લોકો માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, માન.મંત્રીશ્રી ઇશ્વર પરમાર (અનિલ) તથા માન. અધિક અગ્રસચિવશ્રી અગ્રવાલ સાહેબ અને નિયામકશ્રી નિનામા સાહેબનો આભાર માને છે રિપોર્ટ વિજયભાઈ બગડા જામજોધપુર

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *