સોનગઢ તાલુકાના જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં લોક પરબ દ્વારા કરૂણાકીટનું વિતરણ કરાયું.

સોનગઢ તાલુકાના જંગલ અને ડુંગરાળ વિસ્તાર અંદરના અજવાર ગામના પરિવારો અને ત્યાં બહારથી આવીને રહેતા, વાંસકામ સાથે જોડાયેલા કોટવાળીયા પરીવારોને Covid 19 ની પરિસ્થિતિને ધ્યાને લઈ તા. 09/05/2021 ના રોજ ‘લોક પરબ’ દ્વારા બીજલબેન જગડ – ઘાટકોપર થાણા, દિસ્ત્રિક્ટ વિમેન ફોર ચેન્જ પ્રેસિડેન્ટ – મુંબઇ અને જીપુના વિશાલ ગડા, રૂપલ કામદાર, પારુલ માણેક, ફાલ્ગુની છેડા, ભરત પટેલ ,અતુલ મસ્કાઈના સહયોગથી કરૂણાકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કરૂણાકીટમાં ખાંડ,ઘઉં, ચોખા, મસુરદાળ, મગ, તેલ, ચણાદાળ, જુવાર, હળદર અને તેલ આપવામાં આવ્યું હતું. જેમાં રાહુલભાઈ ચૌધરી, કલ્પેશભાઈ ચૌધરી અને જેતસીભાઈ ગ્રામશિલ્પીના હસ્તે 90 પરિવારોને કરૂણાકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો લાભાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *