રસીકરણ કામગીરી આગળ વધારવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હજુ પણ 1 કરોડ કરતાં વધારે ડોઝ ઉપલબ્ધ

આજદિન સુધીમાં ભારત સરકારે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના લગભગ 18 કરોડ ડોઝ વિનામૂલ્યે આપ્યા

આવનારા 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 9 લાખ કરતાં વધારે ડોઝ પ્રાપ્ત થશે

કોવિડ-19 મહામારીના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે ભારત સરકારે તૈયાર કરેલી પાંચ મુદ્દાની વ્યૂહનીતિમાં રસીકરણ કવાયત એક અભિન્ન ઘટકની રચના કરે છે (અન્ય ચાર મુદ્દા ટેસ્ટ, ટ્રેસ, ટ્રેક અને કોવિડ માટે યોગ્ય આચરણનું પાલન છે). ભારત સરકાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડની રસી વિનામૂલ્યે પૂરી પાડીને દેશવ્યાપી રસીકરણ અભિયાનમાં તેમને પૂરતો સહકાર આપી રહી છે.

ભારત સરકારે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આજદિન સુધીમાં રસીના લગભગ 18 કરોડ (17,93,57,860)ડોઝ વિનામૂલ્યે પૂરાં પાડ્યાં છે. આમાંથી રસીના બગાડ સહિત 16,89,27,797 ડોઝનો વપરાશ થયો છે (આજે સવારે 8 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા ડેટા અનુસાર).

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણ કવાયતને આગળ વધારવા માટે કોવિડની રસીના 1 કરોડ કરતાં વધારે ડોઝ (1,04,30,063) હજુ પણ ઉપલબ્ધ છે. નેગેટિવ બેલેન્સ સાથેના રાજ્યો વપરાશ (બગાડ સહિત)ની સરખામણીએ રસીના પૂરવઠાની સંખ્યા ઓછી બતાવી રહ્યાં છે કારણ કે તેમણે સશસ્ત્ર દળોને પૂરો પાડવામાં આવેલો રસીનો જથ્થો સાથે ગણ્યો નથી.

આ ઉપરાંત, આગામી 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 9 લાખ કરતાં વધારે (9,24,910) ડોઝ પ્રાપ્ત થઇ જશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *