ગાંધીનગર જિલ્લામાં કોરોનામાં મૃત્યૃ પામનાર અને સારવાર મેળવતા દંપતીઓના ૦ થી ૧૮ વર્ષના બાળકોની બાળ સંભાળ ગૃહમાં સંભાળ રખાશે

ગાંધીનગર: મંગળવાર:
ગાંધીનગર જિલ્લામાં કોરોના મૃતક અને કોરોનાની સારવાર મેળવતા દંપતીઓના ૦ થી ૧૮ વર્ષના બાળકોની નજીકના કોઇ સગા સંભાળ રાખી શકે તેમ ન હોય તો આવા બાળકોને બાળ સંભાળ ગૃહમાં સંભાળ રાખવામાં આવશે, તેવું જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ જણાવ્યું છે.જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ વધુમાં જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં કોરોનાની મહાબિમારી ચાલી રહી છે. આ મહાબિમારીમાં સમાજ સુરક્ષા અને ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી દ્વારા ૧૮ વર્ષ સુધીની વય ધરાવતા બાળકોની સુરક્ષા અને તેમના સ્વાથ્યના હિતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કોરોના વાયરસના કારણે કોઇ બાળકના માતા અથવા પિતા તેમજ માતા-પિતા બંને કમનસીબે મૃત્યુ પામ્યા હોય. તેમજ કોઇ બાળકના માતા અથવા પિતા અથવા બંને કોરોના વાયરસના ચેપની. સારવાર લઇ રહ્યા હોય. તેમના બાળકની કોઇ સગા સંબંધી સાર સંભાળ રાખી શકે તેમ ન હોય તો આવા દંપતીના બાળકોને સમાજ સુરક્ષા વિભાગ હેઠળની બાળ સંભાળ સંસ્થાઓમાં ૦ થી ૧૮ વર્ષના બાળકોને કાળજી અને સાર સંભાળ માટે બાળ સુરક્ષા ગૃહમાં મોકલી શકાશે.બાળ સુરક્ષા ગૃહમાં આવા બાળકોની સંભાળ રાખવામાં આવશે. કોરોના મૃતકો અને કોરોના સંક્રમિત દંપતીના ૦ થી ૧૮ વર્ષના કોરોના નેગેટિવ રીપોર્ટ ધરાવતા બાળકોની બાળ સંભાળ ગૃહમાં સંભાળ રાખવામાં આવશે. જેમાં ચાઇલ્ડ વેલ્ફર કમિટી ગાંધીનગરની મંજુરી મેળવવાની રહેશે. તેમજ આવા બાળકોને જરૂરીયાત પુરતા દિવસો માટે બાળ સંભાળ ગૃહમાં રાખવામાં આવશે જ્યાં બાળકોને જમવા રહેવા તથા જીવન જરૂરીયાતની તમામ વ્યવસ્થા નિઃશુલ્ક આપવામાં આવશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *