છેલ્લા કેટલાક સમયથી સોશ્યિલ મીડિયામાં બાળક/બાળકી દત્તક લેવા અંગેના મેસેજ ફરી રહ્યા છે

છેલ્લા કેટલાક સમયથી સોશ્યિલ મીડિયામાં બાળક/બાળકી દત્તક લેવા અંગેના મેસેજ ફરી રહ્યા છે, તે ફેક હોવાનું જણાવીને આવું કયાંક થતું હોય તો જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગાંધીનગરનો સંપર્ક સાધવા અપીલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, ગાંધીનગર દ્વારા કરવામાં આવી છે.
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, તમને સોશ્યલ મીડિયાના માધ્યમથી દીકરા/દિકરીઓને દત્તક લેવા અંગેના મેસેજ મળે કે જેમાં કોવિડ-૧૯ મહામારીના કારણે અનાથ થયેલા દીકરા/દીકરીને દત્તક લેવા માટે અપીલ કરવામાં આવી હોય તો આવા મેસેજ ખોટા છે. તેને મહેરબાની કરી, આગળ શેર ના કરો અને અનાથ બાળકોને સીધા દત્તક લેવા કે આવા બાળકોની જાણકારી છુપાવવી એ કાનુન અપરાધ છે. તાત્કાલિક જિલ્લા બાળ સુરક્ષા એકમ/ બાળ કલ્યાણ સમિતિ/ ચાઇલ્ડ લાઇન-૧૦૯૮/ સ્થાનિક પોલીસને જાણ કરો. દત્તક બાળક લેવા ઇચ્છુક માતા-પિતા માટે જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ની માર્ગદર્શિકા મુજબ ઓનલાઇન નોંધણી માટેની વેબસાઇટ www.cara.nic.in 2. વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી, ‘એ’ બ્લોક, ભોયતળીયે, સહયોગ સંકુલ બિલ્ડીંગ, જિલ્લા કક્ષાની કચેરીઓ, સેકટર-૧૧, ગાંધીનગર ફોન નં.૦૭૯-૨૩ ૨૪૫૪૦૦ ઉપર સંપર્ક સાધી શકાય છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *