જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા અરવલ્લી જિલ્લો બાળલગ્ન મુક્ત બનાવાશે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે નાગરીકોને ભાગીદારી માટે અપીલ કરવામાં આવી

 અરવલ્લી         બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે. બાળલગ્નના કારણે સમાજમાં નાની છોકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે તેથી બાળલગ્ન અટકાવવા જરૂરી છે. જો કોઈ વ્યક્તિ કે સમાજ દ્વારા બાળલગ્ન કરાવવામાં આવે તો બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ લગ્ન કરનાર પુખ્ત વયનો પુરૂષ અને તેનાં માતા-પિતા કે વાલી, મદદગારી કરનાર, બાળલગ્નમાં હાજરી આપનાર, વિધીમાં લાભ લેનાર, સંચાલન કરનાર, બાળલગ્નમાં સામેલ ગોરમહારાજ, રસોઈયા, મંડપવાળા, ફોટોગ્રાફર, બેન્ડવાજાવાળા, બાળલગ્ન કરાવનાર તમામને અપરાધી ગણવામાં આવે છે અને આ અધિનિયમમાં બાળલગ્ન કરનાર અને કરાવનારને બે વર્ષ સુધીની સખત કેદની સજા અને રૂપિયા એક લાખ સુધીના દંડની જોગવાઈ કરેલ છે. જેથી સેવાઓ આપતા પહેલા લગ્નગ્રંથીથી જોડાનારની જન્મ તારીખના દાખલાની ખરાઈ કરી લેવા જણાવવામાં આવે છે હાલમાં ચાલતી લગ્ન સીઝન તેમજ અખાત્રીજ (અક્ષયતૃતીયા) ના દિવસે મોટાભાગે લગ્નો થતા હોઈ અરવલ્લી જિલ્લામાં કોઈપણ વિસ્તારમાં, ગામમાં કે મહોલ્લામાં બાળલગ્ન થતા જોવા મળે તો સામાજિક જવાબદારી સમજી આવા બાળલગ્ન અટકાવવા માટે સમાજ સેવાના ભાગરૂપે બાળલગ્ન પ્રતિબંધક અધિકારીશ્રી વિજયભાઈ ચૌધરી મો.૯૪૦૯૬૨૧૯૮૪, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડૉ. દિલીપસિંહ બિહોલા મો.૯૮૨૫૯૫૦૫૧૬, સુરક્ષા અધિકારીશ્રી (સંસ્થાકીય સંભાળ) અજીતસિંહ રાઠોડ મો.૮૩૪૭૧૮૮૫૭૪, સુરક્ષા અધિકારીશ્રી (બિનસંસ્થાકીય સંભાળ) અર્ચનાબેન સુવેરા મો.૯૪૨૮૮૭૭૩૩૭,  કાનુની સહ પ્રોબેશન અધિકારીશ્રી નિલેશકુમાર પરમાર મો.૯૯૦૯૦૫૩૯૧૩, ચાઈલ્ડ હેલ્પલાઈન નં. ૧૦૯૮ અને સ્થાનિક પોલીસ અધિકારીશ્રીને અથવા કંટ્રોલરૂમ નં. ૧૦૦ ઉપર તાત્કાલિક જાણ કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અરવલ્લીની યાદીમાં જણાવાયુ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *