દાતાઓના સહયોગથી ‘કીડીયારું’ પુરતુ વાસુરણાનુ ‘તેજસ્વિની સંસ્કૃતિ ધામ’પૃથ્વી પરના દરેક જીવને પેટ ભરવાનો અધિકાર છે – હેતલ દીદી

ઉચ્ચત્તમ ભારતીય સંસ્કૃતિનુ જતન સંવર્ધન :

આહવા: વિશ્વમા ચારેકોર કોરોનાનો હાહાકાર છે. એક અદ્રશ્ય વાયરસે સમગ્ર માનવજાતને તેની ઔકાત બતાવી દીધી છે. બુદ્ધિજીવી માનવીઓ લાચારી અનુભવી રહ્યા છે. કોઈ એને મહામારી કહી રહ્યુ છે, તો કોઈ એને કુદરતનો શ્રાપ ગણાવી રહ્યા છે.

આવા કપરા કાળમા ફકત મનુષ્ય જાતિ જ નહીં, પરંતુ આ ધરા ઉપરના તમામ નાનામોટા જીવજંતુઓને પણ પોતાનુ પેટ ભરવાનો અધિકાર છે. તેવી ઉદ્દાત ભાવના સાથે વનપ્રદેશ એવા ડાંગ જિલ્લામા સેવાની ધૂણી ધખાવીને બેઠેલા વાસુરણાના ‘તેજસ્વિતની સંસ્કૃતિ ધામ’ દ્વારા સંસ્થાપક હેતલ દીદીના સાંનિનધ્યે ગઈ કાલે ‘કીડીયારું’ પુરવામા આવ્યુ હતુ.

સાંજના ૫:૩૦ થી ૭ વાગ્યા દરમિયાન ‘કીડીયારું’ પૂરવાના આ કાર્યક્રમમા સુરત/નવસારીના જય ગોપાલ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સહિત જુદા જુદા દાતાઓનો સહયોગ સાંપડ્યો હતો.

વાસુરણા સહિત આસપાસના જંગલ વિસ્તારમા ૩૦૦ કિલો બાજરીનો ભરડો, બૂરુ ખાંડ, અને કોપરાનો પાવડર, ઘી, બિસ્કિટ વિગેરે જંગલના સૌથી નાના જીવ માટે ધરતીના ખોળે અર્પણ કરાયુ હતુ.

જીવદયાની ઉચ્ચત્તમ ભારતીય સંસ્કૃતિના જતન સંવર્ધન માટે સદાયે તૈયાર રહેતા અનામી દાતાઓના સહયોગ વડે અવારનવાર અહીં નાના મોટા સેવાકાર્યો થતા હોય છે, તેમ જણાવતા સંસ્થાપક હેતલ દીદી એ તમામ જીવોને પેટ ભરવાનો અધિકાર છે તેમ જણાવ્યુ હતું.

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *