ડાંગ પોલીસનુ વ્યાપક જનજાગૃતિ અભિયાન બિનજરૂરી અવરજવર ટાળવા માટે પ્રજાજનોને અપીલ કરતુ પોલીસ તંત્ર

આહવા: ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા સહીત સમગ્ર જિલ્લામા “કોરોના સંક્રમણ” ને નાથવા માટે પ્રજાજનોમા સ્વયં શિસ્ત કેળવવા બાબતે વ્યાપક જનજાગૃતિ કેળવી શકાય તે માટે, ડાંગ જિલ્લાના પોલીસ તંત્રના ઉચ્ચાધિકારીઓએ સ્વયં જાહેર માર્ગો ઉપર નીકળીને પ્રજાજનોને જાગૃત કર્યા હતા.

ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી સહિતના ઉચ્ચ પોલીસ અમલદારો, તેમના જવાનો સાથે આહવાના મુખ્ય માર્ગો ઉપર નીકળીને પ્રજાજનોને સોશિયલ ડીસ્ટનસિંગ, માસ્કની અનિવાર્યતા, અને બિનજરૂરી અવરજવર જેવી બાબતે જાગૃત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પોલીસ કાફલાએ ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાથી દરરોજ સવારે આહવા ખાતે આવતા પ્રજાજનોને કામ વિના બિનજરૂરી રખડપટ્ટી માટે પોતાના ગામથી નહી નીકળવાની ચેતવણી પણ આપી છે. "કોરોના સંક્રમણ"ને નાથવા માટે જરૂરિયાત મુજબ ઘરના કોઈ પણ એક વ્યક્તિએ જ અનિવાર્ય કામ માટે ઘર કે ગામ બહાર નીકળવાની આદત કેળવવી હિતાવહ છે, ત્યારે ડાંગ પોલીસ ફોર્સની આ ડ્રાઈવ બિનજરૂરી ઘર બહાર નીકળતા લોકો માટે અસરકારક સાબિત થશે.
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *