જામનગર મહાનગરપાલિક તથા ભાગ્યલક્ષ્મી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના વોર્ડ નંબર ૩ તથા ૪માં કોરોના વેકસીનેશન કેમ્પનુ આયોજન કરાયું
જામનગર શહેરમાં ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી ગત માસ શહેરના વિવિધ વોર્ડમાં કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પના આયોજન કરવામાં આવેલ હતા જેમાં રસી લીધેલ લોકોને બીજા ડોઝ માટે આજરોજ વોર્ડ નંબર ૩ અને ૪માંવેક્સિનેશન કેમ્પ યોજાયા હતા. જામનગર શહેરના નાગરિકો વધુમાં વધુ પ્રમાણમાં યોજાતા કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પોનો લાભ લઇ રસીકરણ કરાવે તે માટે ભાગ્ય લક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકોને રસીનો બીજો ડોઝ લઇ રસીકરણની પ્રક્રિયાને પૂર્ણ કરી કોરોના સામે લડત આપવામાં સહયોગ આપવા અનુરોધ કરતાં શહેરના વોર્ડ નંબર- ૩ કડવા પટેલ સમાજ, વિકાસગૃહ ચોક અને વોર્ડ નં. ૪માં કિલ્લોલ વિદ્યાલય, ગાયત્રી ચોક, નાવાગામ ઘેડ ખાતે રહેતા ૪૫ વર્ષથી ઉપરની ઉંમરના રહેવાસીઓને કોરોના પ્રતિરોધક રસી આપવા માટેના કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ કેમ્પમાં મેયર શ્રીમતી બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર શ્રી તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી મનિષ કટારિયા, દંડકશ્રી કેતનભાઇ ગોસાણી,શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, શહેર મહામંત્રી મેરામણભાઈ ભાટ્ટુ, વોર્ડ નંબર. ૩ના કોર્પોરેટરોશ્રી સુભાષભાઇ જોષી, અલ્કાબા જાડેજા, પરાગભાઇ પટેલ, પન્નાબેન કટારીયા, વોર્ડ નંબર – ૩ના પ્રમુખશ્રી અશ્વિનભાઇ છાપીયા, મહામંત્રીશ્રી નરેન્દ્ર ગઢવી, ભાવેશભાઈ કાનાણી,ધિરૂભાઈ કારીયા, દિપકભાઈ વાછાણી, રાજેન્દ્વસિંહ જાડેજા, જાડાના ચેરમેનશ્રી દિલિપસિંહ ચુડાસમા, દિનેશભાઈ પટેલ વોર્ડ નંબર – ૪ના કોર્પોરેટરશ્રી પૃથ્વીસિંહ ઝાલા, કેશુભાઇ માડમ, ઝડીબેન સરવૈયા, વોર્ડ નંબર – ૪ના પ્રમુખશ્રી વિજયસિંહ ગોહિલ, દિલિપસિંહ જેઠવા સુરેશભાઈ કંટારીયા, કિલ્લોલ સ્કુલના ધનશ્યામસિંહ ઝાલા તથા વેકશીન લેનાર નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.








