અરવલ્લી— વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન USA ના ટ્રસ્ટીઓ-દાતાઓનો વતન પ્રેમ- ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા ગુજરાતની પ્રજા માટે 1000 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મોકલશે.—અમેરિકાના ફ્લોરિડાથી પ્રથમ 335 ઓક્સિજન કોન્સ્ટ્રેટર જથ્થો વિશ્વઉમિયાધામ મંદિર જાસપુર પહોંચ્યો—ગુજરાતની જરૂરિયાતમંદ હોસ્પિટલ અને કોરોના દર્દીઓને આ તમામ ઓક્સિજન કોન્સ્ટ્રેટર અપાશે
કોરોનાની બીજી લહેરમાં જ્યારે ગુજરાત સહિત સમગ્ર ભારતના લોકો ઝઝુમી રહી છે ત્યારે રાજ્યની પ્રજા પર આવી પડેલી અણઘારી આફતમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદે ગુજરાત સરકારની પડખે રહી માનવ ધર્મ સેવા માં સહયોગી થવાનો સંકલ્પ લીધો છે. આ કપરાં સમયમાં કોરોનાના દર્દીઓ માટે જ્યારે રાજ્યમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન -USA અને કેનેડા ટીમ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં સમાજની વેદનાને વાચા આપવા માટે દિન રાત મહેનત કરી રહી છે. રાજ્ય માં ઉભી થયેલી ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાને લઈ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનન – USA ટીમે 9 કરોડથી વધુના ખર્ચે એક હજાર(1000) ઓક્સિજન કોન્સટ્રેટર ભારત મોકલવાની વ્યવસ્થા કરેલ છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અમેરિકા અને કેનેડાના દાતાશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓ માં રહેલી વતન પ્રત્યેની અસીમ ભાવના -સંવેદના મદદ ના સ્વરૂપે અભિવ્યક્ત થઈ રહેલ છે . રાજ્યમાં આવી પડેલી આફતમાં ન માત્ર પાટીદાર સમાજ પરંતુ સમગ્ર સમાજની પડખે ઉભા રહી એક હજાર ઓક્સિજન કોન્સ્ટ્રેટર સાથે પાંચ વેન્ટિલેટર, 15 બાયપેક અને અન્ય મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટ ડાયરેક્ટ અમેરિકાથી મોકલશે. *જેમાંથી 335 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ભરેલો પ્રથમ જથ્થો ફ્લોરિડાથી વિશ્વઉમિયાધામ મંદિર, જાસપુર અમદાવાદ ખાતે પહોંચ્યો છે.* આ તમામ ઓક્સિજન કોન્સ્ટ્રેટરનું આજે ગુરૂવારે સવારે 10 વાગ્યે જગત જનની મા ઉમિયાના ધામ વિશ્વઉમિયાધામ જાસપુર ખાતે પુજન થયું હતું. જેમાં ગુજરાતના ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ, સંસ્થાના પ્રમુખશ્રી આર પી પટેલ સહિતના ટ્રસ્ટીશ્રીઓ અને દાતાશ્રીઓ હાજર રહ્યા હતા અને સર્વે એ જગત જનની મા ઉમિયાને આ સંકટમાંથી બહાર આવવાની પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે વાત કરતાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખશ્રી આર પી પટેવ જણાવે છે કે જગત જનની મા ઉમિયાને પ્રાર્થના કરીએ કે આ તમામ ઓક્સિજન કોન્સ્ટ્રેટર ગુજરાતનો જે પણ દર્દી વાપરે તે તમામ ઝડપથી સ્વસ્થ થઈ જાય. *વિશ્વઉમિયાધામ મંદિર ખાતે 20 નિષ્ણાંત ડોક્ટર દ્વારા વિનામૂલ્યે કોવિડ કાઉન્સિંલિંગ સર્વિસ શરૂ કરાઈ*કોરોનાના કારણે ગુજરાત માથે આવેલી કપરી સ્થિતિમાં દર્દીઓને સાચી ગાઈડલાઈન અને સાચા માર્ગદર્શનની તાતી જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે ધર્મના માધ્યમથી વિશ્વઉમિયાધામે આરોગ્ય સેવાનું કામ ઉપાડ્યું છે. રાજ્યના કોઈ પણ ખુણે વસતાં લોકોને જ્યારે પણ કોરોના થાય અથવા કોરોનાના પ્રાથમિક લક્ષણો દેખાય ત્યારે તેને યોગ્ય માર્ગદર્શન અને દવાઓ આપવાનું કામ વિશ્વઉમિયાધામ મંદિર દ્વારા શરૂ કરાયેલી કોવિડ કાઉન્સિલિંગની ટીમ કરશે. આ ટીમમાં ગુજરાત 20થી વધુ નિષ્ણાંત એમડી લેવલાના ડોક્ટરો છે.


