“તેરા તુજકો અર્પણ” યુવા સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

તારીખ:-૧૪/૦૫/૨૦૨૧ (શુક્રવાર) ના રોજ ગુજરાત અદાણી ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ, જી.કે. જનરલ હોસ્પિટલ તથા હિન્દુ યુવા વાહીનીનાં સહયોગ થીશ્રી વિનોદભાઈ પુરષોત્તમભાઈ સોલંકી, લાયન્સ ભવન, જુનાવાસ, માધાપર ખાતે કરવામાં આવેલ હતું.

              આ બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પારૂલબેન રમેશભાઈ કારા ના હસ્તે કરવામાં આવેલ હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ તેમજ કચ્છ જીલ્લા ભાજપના પૂર્વ મંત્રી શ્રી હિતેશભાઈ ખંડોર, માધાપર રાજપૂત ક્ષત્રીય સમાજના પ્રમુખ શ્રી દાદુભા ચૌહાણ, પૂર્વ ઉપસરપંચ શ્રી વિજયભાઈ રાજપૂત, બાપા સીતારામ મઢુલીના પ્રમુખ શ્રી શક્તિસિંહ જાડેજા, લીયો કલબના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ટાંક, ઉપસરપંચ શ્રી કલુભા વાઘેલા, હિન્દુ યુવા વાહીનીનાં પ્રમુખ શ્રી ભાવેશભાઈ આહીર, સોની સમાજના પૂર્વ પ્રમુખ શ્રી વસંતભાઈ સોની, પાટ હનુંમાનજી મંદિરના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ખોખાણી, ભાનુશાલી સમાજના પ્રમુખ શ્રી વીનેશભાઈ ભાનુશાલી, ગ્રામપંચાયતના સદસ્ય શ્રી લીનાબેન ઠક્કર, શ્રી ફતેહદાનભાઈ ગઢવી, શ્રી કાંતિભાઈ ગઢવી, શ્રી રાણાભાઈ ડાંગર, ભુજ તાલુકા ભાજપના મહામંત્રી શ્રી દિનેશભાઈ ઠક્કર, એડવોકેટ શ્રી અમૃતલાલ મહેશ્વરી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.   

             આ કેમ્પમાં ૫૦ બોટલ રક્તદાન કરવામાં આવેલ. હાલ ૧૮ થી ૪૫ ની વય ધરવતાં યુવાઓનું વેક્સીનેશન ચાલી રહ્યું છે ત્યારે જે પણ વ્યક્તિ વેક્સીન લે તે રક્તદાન કરી શકતા નથી આવા સમયમાં લોહીની તંગી ન સર્જાય તે હેતુથી તેમજ આવનાર સમયમાં થેલેસેમીયા ગ્રસ્ત લોકોને પણ લોહીની અછત ન થાય તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ કેમ્પને સફળ બનાવવા વિજય સી. રાજપૂત, શક્તિસિંહ એમ. જાડેજા, અલ્પેશભાઈ ટાંક, રાણાભાઈ ડાંગર,  ભરતભાઈ આહીર, કુલદીપસિંહ ડી. ચૌહાણ, મયુરભાઈ જોષી,  ભાવેશભાઈ આહીર,    રોહીતભાઈ ઠક્કર, વિજયભાઈ રબારી,  નીતીનભાઈ પરમાર,  નારણસિંહ જાડેજા,  નટુભાઈ રાજપૂત,  કિંચનભાઈ ઠક્કર તેમજ યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *