દર્દીનું ઓક્સિજન લેવલ 34 નીચે ઉતરી જતાં ૧૦૮ના ઈ.એમ.ટી હર્ષદાબેન એ કૃત્રિમ શ્વાસોશ્વાસ દ્વારા મહિલા દર્દીનો જીવ બચાવ્યો
કોરોનામાં દર્દિના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ૯૫ થી નીચે જાય ત્યારે તાત્કાલિક દર્દીને હોસ્પિટલાઇઝ કરવા પડતા હોય છે. જૂનાગઢ જિલ્લામાં દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં રાજ્ય સરકારની ૧૦૮ એમ્બ્યુલન્સએ દર્દીઓની વધેલી સંખ્યા વચ્ચે બખૂબી કામગીરી નિભાવી જીવન આધાર બની છે. સબ ૧૦૮ ઘરે પહોંચે એટલે જિંદગી બચી જશે એટલો દર્દીઓને વિશ્વાસ હોય છે.
દર્દીઓ માટે લાઈફલાઈન બનેલી ૧૦૮ ની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં કુલ ૧૩ ઓન રોડ એમ્બ્યુલન્સ અને ૧ બેકઅપ એમ્બ્યુલન્સ થઈને કુલ ૧૪ એમ્બ્યુલન્સ છે. જેમાં ૩૦ EMT અને ૩૦ પાયલોટ દિવસરાત ખડેપગે ફરજ બજાવે છે. એપ્રિલ માસ દરમિયાન જૂનાગઢ ૧૦૮ દ્વારા કુલ ૧૫૦૦ કોરોનાના દર્દિઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. જ્યારે મે માસ દરમિયાન, અત્યાર સુધીમાં કુલ ૯૦૦ દર્દીઓને સારવારઅર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
આ કપરા સમય દમિયાન દર્દીઓની સેવા દરમિયાન જૂનાગઢ ઘણા EMT, Pilot તેમજ કેપ્ટન કોરોનાની ઝપટમાં આવી ગયેલ હતા .જેમાંથી ઈરફાનભાઈ, દિનેશભાઇ,કેતનભાઈ, જયેશગીરી, હિતેન્દ્રભાઇ, પ્રકાશભાઈ,અલ્પેશભાઈ, નિકુંજ ભાઈ આ બધા ૭ દિવસમાં કોરોનાને મ્હાત આપી ફરજ પર હાજર થઈ ગયા છે. જૂનાગઢ ૧૦૮માં કોડીનાર ગામના વતની ઇ.એમ.ટી હર્ષદાબેનની કામગીરી બીજા સ્ટાફને પણ પ્રેરણા આપી રહી છે. તાજેતરમાં જૂનાગઢ ના વિસાવદર વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષીય મહિલા દર્દી કોકિલાબેન જોષીને જૂનાગઢ સિવિલ ઈમરજન્સીમાં લઇ જવાતા હતા ત્યારે આ દર્દીને રસ્તામાં ઓક્સિજન ૩૪ થી નીચે ઉતરી ગયું હતું. આ સંજોગોમાં સમય સુચકતા વાપરી હર્ષદાબેન એ અમ્બુ બેગ દ્વારા ઓક્સિજનના કૃત્રિમ શ્વાસોશ્વાસ આપતા દર્દીનું ઓક્સિજન પ્રમાણ ૮૨ સુધી પહોંચી ગયું હતું. જેથી તેમને હોસ્પિટલ સુધી પહોંચાડી દેવાતા હોસ્પિટલમાં સારવાર મળી જતાં તાજેતરમાં આ મહિલા દર્દિએ કોરોનાને મહાત આપવામાં મદદ મળી અને જલ્દી રજા મળી જાય એવું આશ્વાસન અમારી ટીમ દ્વારા આપવામાં આવ્યું હતું. જૂનાગઢ ૧૦૮ એમ્બ્યુલન્સનો તમામ સ્ટાફ દિવસ-રાત દર્દીની સેવામાં સમર્પિત છે અને રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમને સાર્થક કરી રહ્યો છે


