સુરત શહેરમાંથી પસાર થતી મીઠી ખાડી બાબતે શહેરીજનોની ઘણી રજૂઆતો મળી હતી . આ રજૂઆતોની ગંભીરતા પારખી અને તાકીદે પગલા લેવા આજ રોજ ભાજપ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને સાંસદ આદરણીય શ્રી સી.આર.પાટીલ અને માન.મેયરશ્રી હેમાલીબેન બોઘાવાલા સાથે સ્થળ મુલાકાત લીધી હતી અને તેમની સમસ્યાઓનું કાયમી નિરાકરણ થાય તે માટે સૂચનો કર્યા હતા . આ મુલાકાત દરમ્યાન માન.ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ , માન.સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ , માન.શાસકપક્ષ નેતા શ્રી અમિતસિંગ રાજપુત , સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ તથા સુરત મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા






