કરજગામ ખાતે રૂા. ૧૩૬ લાખના ખર્ચે ચાર આંતરિક રસ્‍તાઓ બનશે

આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે ખાતમુહૂર્ત કરાયું

વલસાડઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરજગામ ખાતે રૂા.૧૩૬ લાખના ખર્ચે નવા બનાવવામાં આવનારા વિવિધ ચાર જેટલા રસ્‍તાઓની કામગીરીનું ખાતમુહૂર્ત વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, ઉમરગામ તાલુકો મોટાભાગની આદિજાતિની વસતિ ધરાવે છે. આદિવાસીઓ તેમના મૂળભૂત રીત રિવાજ મુજબ દેવી-દેવતાઓનું પૂજન કરી તહેવારોની શરૂઆત કરે છે. એવા જ એક કરજગામના જગમોડી માતાના મંદિરે મોટી સંખ્‍યામાં ભક્‍તજનો આસ્‍થાથી આવે છે. રાજ્‍ય સરકારે ધાર્મિક સંસ્‍થાનોના વિકાસ માટે મોટા બજેટની ફાળવણી કરી છે. પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ભારતીય સંસ્‍કૃતિની જાળવણી માટે તેમના ગુજરાતના મુખ્‍યમંત્રી શાસનકાળ દરમિયાન પ્રવાસન વર્ષની ઉજવણી કરી અનેક દેવસ્‍થાનોનો પ્રવાસન સ્‍થળ તરીકેનો વિકાસ કર્યો છે. રાજ્‍ય સરકારે પ્રજાજનોની જરૂરિયાત મુજબની માળખાકીય સુવિધાઓ આપવાના ભાગરૂપે અનેકવિધ રસ્‍તાના કામોની મંજૂરી આપી છે. આજે ખાતમુહૂર્ત કરાયેલા રસ્‍તાઓ ઉપરાંત બાકી રહેલા રસ્‍તાઓના નવીનીકરણ માટે જીઆઇડીસીની ગ્રાન્‍ટમાંથી નાણાંની ફાળવણી કરવામાં આવનાર હોવાનું તેમણે વધું જણાવ્‍યું હતું. પ્રજાકીય પ્રશ્‍નોનું સત્‍વરે નિરાકરણ થાય તે માટે રાજ્‍ય સરકાર સતત તકેદારી રાખે છે, જે માટે સબંધિત ગામના અગ્રણીઓ પણ સહયોગ આપી ગામના પ્રશ્‍નોની યોગ્‍ય રજૂઆત કરે તે જરૂરી છે. સૌને સાથ સૌનો વિકાસ સૂત્રને સાકાર કરવા માટે રાજ્‍ય સરકાર ગામેગામ અનેકવિધ પ્રજાલક્ષી કામગીરી કરી રહી છે ત્‍યારે ગામના વિકાસકાર્યો માટે સરપંચ સહિત ગ્રામજનોનો સહયોગ પણ જરૂરી છે. કરજગામ ખાતે ખાતમુહૂર્ત થયેલા રસ્‍તાઓમાં કરજગામ મુખ્‍યરસ્‍તાથી માહયાવંશી ફળિયા તરફ જતો એક કિ.મી. રસ્‍તો રૂા.૩૦ લાખ, કરજગામ બ્રાહ્મણવાડ સ્‍કૂલથી રાય ફળિયા સંતોષભાઇના ઘર સુધી એક કિ.મી.નો રસ્‍તો રૂા.૩૦ લાખ, કરજગામ હાટ બજાર અગ્રીવાડને જોડતો ત્રણ કિ.મી.નો રસ્‍તો રૂા.૬૬ લાખ તેમજ જોગમેડી માતાના મંદિર તરફ અડધા કિ.મી.નો રસ્‍તો રૂા.૧૦ લાખનો સમાવેશ થાય છે. અગ્રણી મુકેશભાઇ પટેલ અને રામદાસભાઇ વરઠાએ પ્રાસંગિક ઉદબોધનમાં કરજગામ તેમજ આજુબાજુના વિસ્‍તારોમાં થયેલા વિકાસકાર્યોની જાણકારી આપી હતી. આ અવસરે માર્ગ અને મકાન વિભાગના તેજસભાઇ, કરજગામ તેમજ આજુબાજુના ગામના સરપંચો, અગ્રણીઓ પ્રકાશભાઇ પટેલ, દિલીપભાઇ ભંડારી, ગ્રામજનો, જોગમેડી માતા મંદિરના દિલીપભાઇ ઠાકર્યા સહિત ભક્‍તજનો હાજર રહયા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM