લિફ્ટ

 (કવિ) શ્રી પંકજ દરજી ‘ શિલ્પી ‘

લિફ્ટ : એકલી અટૂલી હું , રસ્તો નિરખતી , આગમનના આપની, હું હંમેશા રાહ જોતી, 
લઈ સાથે..બધા ને , ઠેકાણે હું પહોંચાડતી, સ્પર્શ થી , આપના…, કાયાઁન્વિત  હું થાતી. 
આયનો દરેક ને એમ, રોજ..હું દેખાડતી ને.. શણગાર માં, સૌના થોડી ભાગીદાર હું થાતી. 
પણ, કોઈ વાર કો’કની..નજર લાગી જાતી. ને..કયારેક અજાણી પિચકારી વાગી જાતી. 
સ્થિર , કાયમ હું ! કદી…જગ્યા  ન છોડતી, હમેશાં હું મુજ ઘરે ,આપના ટાવરમાં રહેતી. 
દરકાર બધા ની , રાખું.. આટલી સદા તોય, મુજ સંગ કેમ મિત્રો  ! બેદરકારી થાતી  ?!! 
આબાલવૃદ્ધ સંગ મારો નાતો અનેરો ‘શિલ્પી’, સાફસૂફ  રાખે બધા..મને , તો જ હાશ થાતી. 
મારી એક આંખ કદાચ…જો ચાલુ થાતી.. !! ગંદકી કરનાર ને સ્વયં , પળ માં પકડી પાડતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM