વહિવટી તંત્રની અગમચેતીના કારણે ધોલેરા સહિત અમદાવાદ જીલ્લામાં વાવાઝોડાથી અનેક અમુલ્ય માનવ જીવન બચાવાયા

– અમદાવાદ જીલ્લામાં વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરાઇ  
       
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :

        અમદાવાદ જિલ્લામાં તાઉતે વાવાઝોડા દરમિયાન લોકો સલામત રહે તથા જિલ્લામાં કોઈપણ પ્રકારની જાનમાલનું નુકશાન ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા ધોલેરા તાલુકાના વાવાઝોડા અસરગ્રસ્ત ૬ ગામોના ૯૬૨ લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળે ખસેડવા ઉભા કરવામાં આવેલ આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે પુર્ણ કરવામાં આવી હતી. રાહતળાવ, બુરાનપુર, પીપળી, આમલી, ગોગલા, મહાદેવપુરા ગામના ૧૩૮ ગ્રામજનો તથા ધોલેરા સ્થિત ટાટા સોલાર કંપનીમાં કામ કરતા ૮૨૪ શ્રમિકોનો સમાવેશ થાય છે. એનડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. તમામ વ્યકતિઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં એકપણ કોરોના સંકમિત જણાયેલ નથી. અસરગ્રસ્ત વિસ્તારના આશ્રયસ્થાનોમાં લોકો ને સમયસર જમવા ની વ્યવસ્થા, મેડીકલ ચેકઅપ થાય તેમજ કોઈ જાનમાલ નું નુકશાન ન થાય, આકસ્મિક  પરીસ્થિતિ ને પહોચી વળવા તૈનાત એનડીઆરએફની ટીમનું સ્થાનીક વહીવટી તંત્ર સાથે સંકલન કરી અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે, જીલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ, એસ.પી., પ્રાન્ત ઓફિસરની સુચના-માર્ગદર્શન હેઠળ ૧૦૦ કીમી કરતાં વધુની ઝડપે ફુંકાતાં ભયાવહ પવન અને ભારે વરસાદમાં પણ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ દ્વારા સુચારૂ રીતે કરવામાં આવેલ છે.
        જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેશ પરમારના માર્ગદર્શન મુજબ વિરમગામ, માંડલ, દેત્રોજ, ધોળકા, સાણંદ, દસક્રોઇ, ધોળકા, ધંધુકા, ધોલેરા તાલુકા સહિત સમગ્ર અમદાવાદ જીલ્લામાં તાઉતે વાવાઝોડાના કારણે પડેલા વરસાદથી વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે તમામ અધિકારીઓ, કર્મચારીઓને વરસાદી પાણી ભરાઇ રહેલ સ્થાનો પર ડાઈફ્લુબેંઝો રીન, બળેલુ ઓઇલ છંટકાવ કામગીરી કરવા માટે જણાવવામાં આવ્યુ છે. આ ઉપરાંત કર્મચારીઓ દ્વારા સર્વેલન્સ દરમ્યાન પણ પોરાનાશક (એબેટ) કામગીરી ને સઘન બનાવવામાં આવી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *