
જામનગર માહિતી ખાતામાં મદદનીશ માહિતી અધીકારી દિવ્યાબેન ત્રિવેદી (જોશી)ના પિતા હિતેન્દ્રભાઇ ભાનુપ્રસાદ જોશી (ઉ.59) નું જી.જી હોસ્પિટલમાં કાર્યરત સરકારી કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન અવસાન થયું છે. હિતેન્દ્રભાઇ સોમનાથ-વેરાવળમાં સંક્રમિત થતા તેમને જામનગર જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. દિવ્યાબેન કાર્તિંકભાઇ ત્રિવેદીનાં 86 વર્ષીય દાદી સહિત પરિવારનાં 4 સભ્યોએ કોરોનાને આપી મ્હાત પરંતુ તેમનાં પિતા મહામારી સામેની જગ હારી ગયા સ્વ.હિતેન્દ્રભાઇના અંતિમ સંસ્કાર સોમનાથ વેરાવળ ખાતે કરવામાં આવ્યા છે. માહિતી ખાતુ, વહીવટી તંત્ર, જી.જી.હોસ્પિટલ તંત્ર તથા પત્રકાર મંડળ સહિત સ્થાનિક પત્રકારો દ્વારા તેમને શ્રઘ્ધાંજલિ પાઠવવામાં આવી છે.
પરિવાર મા કોરોના તેમજ બિમારીઓ વગેરે વચ્ચે પણ દિવ્યાબેન સમાચાર કોમ્યુનિકેશન અને જરૂરી વહીવટી બાબતો ની ચિંતા કરી ફરજ પ્રત્યે સમર્પિત રહેલ છે તેમજ સગા સ્નેહી પરિચિતોને બિમારી મા તકેદારી રાખવા તેમજ બિમાર ન થાય તે માટે માર્ગદર્શન આપતા રહ્યા છે તેઓ પ્રતિકુળતા તેમજ કામના ભારણ તેમજ પરિવાર ના સભ્યોની કાળજી લેવી વગેરે વચ્ચે પણ ખરા કોરોના વોરિયર તરીકે ઉભરી આવ્યા છે તેમજ વહીવટી આરોગ્ય મેડીકલકોલેજ કોર્પોરેશન પંચાયત બધા વિભાગ સાથે સંકલન જાળવી રહ્યા છે
જામનગર: ( ભરત ભોગાયતા દ્વારા)