લિંબાયત ઝોન વિસ્તારના પ્રાથમિક સુવિધાના પ્રશ્નોના નિરાકરણ માટે માન.મેયરશ્રીના અધ્યક્ષસ્થાને પદાધિકારીશ્રીઓ , લિંબાયત ઝોનના મ્યુ . સદસ્યશ્રીઓ તથા અધિકારીશ્રીઓ સાથે યોજવામાં આવેલ સંકલન મિટીંગ ” સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારના પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોના નિરાકરણ માટે પદાધિકારીશ્રીઓ તથા કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને જે તે ઝોનના મ્યુ.સદસ્યશ્રીઓ તથા અધિકારીશ્રીઓ સાથે સંકલન મિટીંગનું આયોજન કરવામાં આવે છે . જે પૈકી આજરોજ સવારે લિંબાયત ઝોનના યુ.સદસ્યશ્રીઓ તથા અધિકારીશ્રીઓની સંકલન મિટીંગ મુખ્ય કચેરી , મુગલીસરા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સભાખંડમાં માન . મેયર શ્રીમતી હેમાલી બોઘાવાલાના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ જેમાં માન . ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઈ જોધાણી , માન . સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ , માન.કમિશનર શ્રી બંછાનિધિ પાની , IAS , માન . શાસકપક્ષ નેતા શ્રી અમિતસિંગ રાજપુત , માન . દંડક શ્રી વિનોદભાઈ પટેલની ઉપસ્થિતિમાં લિંબાયત ઝોનના અધિકારીશ્રીઓ તથા ઝોનના યુ.સદસ્યશ્રીઓ સાથે સંકલન મિટીંગનું આયોજન કરવામાં આવેલ . જેમાં લિંબાયત ઝોનના . સદસ્યશ્રીઓએ પોતાના વિસ્તારના પ્રાથમિક સુવિધાના કાર્યો જેવા કે લાઈટ , પાણી , ડ્રેનેજ , જાહેરરસ્તાઓ પર કરવામાં આવતા દબાણ , આરોગ્યલક્ષી સુવિધાઓ બાબતે તથા નિરાકરણ બાબતે ચર્ચા વિચારણા કરી હતી . લિંબાયત ઝોનના અધિકારીશ્રીઓએ પણ પ્રાથમિક સુવિધાઓના કામો ઝડપથી અને સમયસર પૂર્ણ કરવા તત્પરતા દર્શાવી હતી





