ઘણા વર્ષોથી સંયમમાર્ગે જવાના કોડ હોવા છતાં પહેલાં નિભાવી કટુંબની જવાબદારી

. મુંબઈના જાણીતા અમરસન્સ પરિવારનાં મોભી ૭૬ વર્ષના જવેરબેન ડુંગરશીભાઈ વોરાએ કચ્છના મુંદરા તાલુકાના નવીનાળ ગામમાં આઠ કોટી મોટી પક્ષ સ્થા . જૈન સંધના જીવદયાપ્રેમી પરમ પૂજય મુનિશ્રી જિતેન્દ્રમુનિના હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી.દીક્ષા ગ્રહણ કરયા બાદ જવેરબેન નું નામ જૈનોના નવમાં તિર્થંકર સુવિધિનાથના નામે શ્રી સુવિધિબાઈ મહાસતી બન્યા હતા . નાનપણથી જ ધર્મમય અને સાદગીભર્યું જીવન જીવી રહેલાં જવેરબહેનને વર્ષો પહેલાં તેમના પિતા અનશન વ્રતધારી પૂજ્ય માલશીસ્વામીના જીવનમાંથી પ્રેરણા લઈને સંયમમાર્ગે જવાના કોડ જાગ્યા હતા . જોકે તેમના પરિવારમાં તેમનો નાનો પુત્ર નિમેશ માનસિક રીતે અક્ષમ હોવાથી જવેરબહેનના માથે નિમેશની જવાબદારી હતી . નિમેશની સંપૂર્ણ સારસંભાળ જવેરબહેન જ કરતાં હતાં . થોડા સમય પહેલાં તેમના પતિ ડુંગરશી ભાઈ વોરાએ અનશન વ્રત લેતાં જવેરબહેન ડુંગરશીભાઈની સેવામાં વ્યસ્ત હતાં . આથી જવેરબહેનને ઘણાં વર્ષોથી સંયમમાર્ગે જવાના કોડ હોવા છતાં સાદગીભર્યા જીવન સાથે પહેલાં તેમની જે જવાબદારી હતી એ નિભાવવાને અગ્રતા આપી હતી . ઝવેરબેન પહેલેથી જ ધર્મમય રહ્યાં છે . તેમણે ૭૬ વર્ષના જીવનમાં ૭00 થી વધુ દીક્ષા પ્રસંગોમાં હાજરી આપી છે . સૌથી મહત્ત્વની વાત એ છે કે તેઓ જેટલી દીક્ષામાં હાજરી આપતાં હતાં એની સામે કોઈ ને કોઈ બાધા પણ લેતાં આવતાં હતાં . છેલ્લાં ૨૪ વર્ષથી તેઓ વર્ષીતપ કરે છે.જવેરબેન વર્ષોથી સંસારમાં રહીને પણ સાધ્વીજીવન જ જીવતાં હતાં . અત્યારના કોરોના મહાબિમારીને ધ્યાનમાં રાખીને સરકારશ્રીની ગાઈડલાઈન નું પાલન કરીને ખુબ જ મર્યાદીત સંખ્યામાં આ દીક્ષા વિધી સંમ્પન્ન કરવામાં આવી હતી . તેમના પરિવારના લોકોની ધામધુમથી દીક્ષા કરવાની ઈચ્છા હતી પણ વર્તમાન સમયમાં તે શકય ન હોતા ખૂબ જ સાદગી પૂર્વક દીક્ષા કાર્ય પૂર્ણ થયું હતું . આ પ્રસંગે કુશળ કાર્યવાહક પ.પૂ.શ્રી તારાચંદમુનિ આદિ સાધુ ભગવંતો અને શાંતસવભાવી પૂ . તારામતીબાઈ મહાસતીજી આદી સાધ્વી ભગવંતો હાજર રહી નુતનદીક્ષાર્થી જવેરબેન ને સંયમ જીવનના આર્શીવાદ આપ્યા હતા . અતિથીવિશેષ પદે પૂર્વ રાજયમંત્રી શ્રી તારાચંદભાઈ છેડા , શ્રી પ્રેમચંદભાઈ મારૂ , શ્રી આઠ કોટી મોટી પક્ષ સ્થા . જૈન મહાસંધના પ્રમુખ શ્રી વિનોદભાઈ મહેતા , ગામના સરપંચશ્રી અને જૈન આગેવાનો ઉપસ્થિત રહયા હતા . કાર્યક્રમ નું સંચાલન શ્રી ઉત્તમભાઈ છેડાએ કરયુ હતું . સ્વાગત પ્રવચન તથા આભારવિધી શ્રી નવીનાળ આઠ કોટી મોટી પક્ષ સ્થા . જૈન સંઘના પ્રમુખશ્રીએ કરી હતી . આવેલ તમામ મહેમાનોનું શ્રી સંધ દ્વારા શાલ માળા ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *