માસ પ્રમોશન પામેલા ધો.૧૦ ના વિદ્યાર્થીઓને કિશોર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા માર્ગદર્શન અપાયું

કિશોર ક્લાસિસ દ્વારા આયોજિત ઓનલાઇન વેબીનારને ઝળહળતી સફળતા

ગુજરાત ના વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ શિક્ષણ અર્થે ખ્યાતનામ અને સૌથી વધુ ડોક્ટર્સ અને એન્જિનિયર તૈયાર કરવાનું ગૌરવ ધરાવતી સતત બે દાયકાથી કાર્યરત ગાંધીનગર ની સંસ્થા કિશોર ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા બે વર્ષ થી કોરોના કાળને કારણે ઓનલાઇન શિક્ષણ માં પણ ખૂબ સફળ રહી છે. ગુજરાત સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ધો.૧૦ SSC બોર્ડ ના નવ લાખ જેટલા વિદ્યાર્થીઓ ને પણ માસ પ્રમોશન જાહેર કરતા આ વિદ્યાર્થીઓ ધો ૧૧ માં પ્રવેશ અંગે મૂંઝવણ માં મુકાયા છે, આ બાબત ને ધ્યાન માં રાખીને કિશોર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઝૂમ એપ્લિકેશન થી ધો.૧૦ પછી શું ? તે વિષય ઉપર ઓનલાઇન વેબીનાર નું આયોજન કર્યું હતું જેમાં એક હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે તેજસ્વી વિદ્યાર્થીઓને કિશોર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ધો ૧૧ અને ૧૨ માં ૧૦૦ ટકા સુધી ની સ્કોલરશીપ આપવા ઉપરાંત , કોરોના ને કારણે જેમના વાલી અવસાન પામ્યા હોય તેવા ધો.૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓને ૧૦૦ ટકા શિક્ષણ માફી આપી સહાયરૂપ થાય છે. આધુનિક એ.સી.ક્લાસ રૂમો, એ.સી. અને નિઃશુલ્ક લાયબ્રેરી, આર. ઓ. વોટરઘર સુધી આવવા જવા વાહન સુવિધા,દરેક વિદ્યાર્થી ની વ્યક્તિગત સંભાળ, દીકરા દીકરીઓ માટે પૌષ્ટિક ખોરાક સહિત સુવિધાઓ સભર અલગ અલગ હોસ્ટેલ ની સુવિધા, ધરાવે છેઆ સંસ્થા માં ૧૧ સાયન્સ ની મેડિકલ અને એન્જીનીયરીંગ ની એકજ બીચ કરવાની હોઈ પ્રવેશ માટે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનો ખુબજ ધસારો જોવા મળી રહ્યો છે આમ છતાં સરકારની કોવિડ ગાઈડ લાઈન નું પણ સંપૂર્ણ પાલન પણ કરવામાં આવે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *