તાઉતે વાવાઝોડા એ ઉના તાલુકામાં સરજેલ તબાહી ને રૂબરૂ જોઈ હ્દય દર્વી ઉઠયું ને આંખો ભરાઈ આવી તારીખ : 22/05/2021 ના રોજ વેરાવળ થી વહેલી સવારે 6:30 નીકળ્યા ત્યાર થી લઈને રાત્રી 8:30 સુધીનો નો આંખો દેખો અહેવાલ મિત્રો આપ સૌ સમક્ષ મુકતા દરેક ભારતીય ને અપીલ પણ કરી રહ્યો છું કે વસુંધૈવ કુંટુંબ ને આપણે સૌએ સાથે મળી સાર્થક કરવા તન મન ધન થી જેટલી મદદ થાય એટલી કરવી જોઈએ! ને થઈ પણ રહી છે.ઈન્ડિયન રેડ-ક્રોસ સોસાયટી જે ઈન્ટરનેશનલ સંસ્થા છે ને ડીઝાસ્ટર માટે આગોતરી તૈયારીમાં હોય છે. જેમની સાથે મને આજ સેવાકાર્યમાં જોડાવાનો અવસર મળ્યો ઉના તાલુકાના આમોદ્રા ને સીમર બંદર પર ઈન્ડિયન રેડ-ક્રોસ સોસાયટી અમદાવાદ દ્વારા અતી અસરગ્રસ્તોને 100 કીટ (તાલપત્રી, વાસણનો સેટ, ડોલ અને હાઈજેનીક કીટ) નું વિતરણ ડોર ટુ ડોર જઈને કરવામાં આવેલ હતું.મોટા ભાગના ઈલેક્ટ્રીક પોલ પડી ગયા છે PGVCL પણ પુર ઝડપે કામ કરી રહી છે પણ અટલા બધા ટ્રાન્સફોર્મર ને પોલ ઉભા કરવા ખુબ સમય ને મેનપાવર ની જરૂર પડે એ સ્વાભાવિક છે!લાઈટ ન હોય પીવાના પાણીની થઈ લેઈને વાપરવા પાણી મોબાઈલ ચાર્જ જનરેટર ને સહારે ચાલે છે જેમાં પણ વારા માટે વેઇટિંગ હોય છે! આ વિસ્તારના લોકો ખુબ મુશ્કેલી નો સામનો ને સંઘર્ષ કરી રહ્યા છે!
ઈન્ડિયન રેડ-ક્રોસ સોસાયટી અમદાવાદ ના ડાયરેક્ટર શ્રી નરેશભાઈ ગોહેલ તથા તેમની ટીમ ઉના તાલુકાના અતી અસરગ્રસ્ત ગામડાઓ માં ફરી સર્વે કરી લોકલ સેવાભાવીઓ નો સહયોગ લઈને કીટ વિતરણ કરી રહ્યા છે! આ સીવાય ના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ ઈન્ડિયન રેડ-ક્રોસ સોસાયટી ની ટીમ કીટ વિતરણ કરી રહી છે! જે ખુબ સરાહનીય કામગીરી છે! આજ આ કાર્યમાં ઈન્ડિયન રેડ-ક્રોસ સોસાયટી ના અમદાવાદ ડાયરેક્ટર શ્રી નરેશભાઈ ગોહેલ, શ્રી જાડેજાભાઈ, રેડ-ક્રોસ ગીર સોમનાથ જીલ્લા ના પ્રતિનિધિશ્રી ગીરીશભાઈ ઠક્કર સાથે શ્રી પવનભાઈ ગુપ્તા, શ્રી દિપકભાઈ સિંધવડ, શ્રી રણધીરભાઈ, શ્રી હરપાલસિંહ તથા શ્રી રાજુભાઈ તેમજ અન્ય સ્થાનિક લોકો જોડાયા હતા ને અસરગ્રસ્ત લોકોને ઘરે ઘરે ફરી સર્વે કરી ને જેને ખરેખર જરૂરીયાત હતી ને ઉપરથી છત વગરના થઈ ગયા હોય તેવા લોકો ને રેડ-ક્રોસ ની કીટ વિતરણ કાર્યમાં મદદ રૂપ થયા હતા.આજ અમો જે એક કીલોમીટર પણ ન ચાલનાર 15 થી 20 કીલોમીટર ચાલ્યા ને ઘરે ઘરે ફર્યા પણ આ સેવાકાર્ય ની પોઝિટિવ એનર્જી ને કારણે થાકની અણસાર પણ ન આવી આ સેવાકાર્યની તાકત છે! રાત્રે 11:30 વેરાવળ પરત આવ્યા પણ દિવસ દરમિયાન તાઉતે વાવાઝોડા એ સર્જેલ તબાહી ની તસ્વીર નજર સામે તરી આવે છે!
હું ઈન્ડિયન રેડ-ક્રોસ સોસાયટી ના અમદાવાદ ના શ્રી નરેશભાઈ ગોહેલ નો આ સેવાકાર્યમાં જોડવા બદલ હ્દય પુર્વક આભાર વ્યક્ત કરૂ છું! ને તેમની આ કામગીરી બદલ ધન્યવાદ સાથે વંદન પણ કરૂ છું! હું ભગવાન ને પાર્થના કરૂ છું કે આવા દિવસો કોઈને ન દેખાડે. ⭐ દિપક સિંધવડ ⭐





