રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તોઉતે વાવાઝોડા માં ઉના તાલુકાના અસરગ્રસ્તોને વિસ્તારમાં અપાતી સેવા

🔸 રાશન કીટ તથા ફુડ પેકેટ વિતરણિ 🔹 ઘર, એપાર્ટમેન્ટમાં પાણીના ટાંકા ભરવા જનરેટર સેવા

તારીખ : 22/0/5/2021 ના રોજ રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ, ઉના ની મુલાકાત લીધી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના કાર્યકર્તાઓ તન મન ધન થી અવિરત સેવા નું ધોધ વહેડાવી રહ્યા છે જેમાં દાતાશ્રીઓ તરફથી પણ ઉદાર દિલે યોગદાન આપાઈ રહ્યુ છે!રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ નો કાર્યકર્તા રાત દિવસ, સમય કેપોતાના રોજગાર, પરીવાર ની ફીકર કર્યા વગર આવી પડેલ આપદા ને અવસરમાં બદલી અસરગ્રસ્તો સુધી સેવા પહોંચાડી રહ્યો છે!રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ પર આંગળી ચીંધનાર એકવાર આ જોઈલો કે દેશમાં જ્યારે પણ કોઈ કુદરતી આપદા આવી છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હર હંમેશ અગ્રેસર રહી લોકો ની સાથે વસુંધૈવ કુંટુંબ ની ભાવનાથી કોઈ પણ નાત જાત ના ભેદભાવ વગર અવિતર કાર્ય કરી રહ્યો છે! આપદા ને અવસરમાં બદલી નાખે એજ ભારત દેશની મોટી તાકાત છે! વિવિધ શહેરો માંથી સ્વખર્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના કાર્યકર્તાઓ ગીર સોમનાથ જીલ્લા ના ઉના તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારમાં સેવાનો ધોધ વહેડાવી રહ્યો છે!

ઉના તાલુકાના અસરગ્રસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી તબહી ની તસ્વીર જોઇને હ્દય દર્વી ઉઠતા આંખો ભરાઈ આવી આગાહીને લઈને સરકાર દ્વારા આગમચેતી દાખવી સમયસર સ્થળાંતર કરાયું જેથી માનવ જાનહાનિ બે થી ત્રણ જ આ વિસ્તારમાં થઈ પણ નારિયેળી, આંબા, ચીકુ જેવા બાગાયતી પાકો ને ખેતી તથા પક્ષો ગામતા, પક્ષોઓ જાનહાનિ ઘણી થઈ છે! ઈશ્ર્વર આ સમય કોઈ ને ન દેખાડે તાઉતે વાવાઝોડા ના દિવસથી આજ સુધી ઈલેક્ટ્રીક પાવર વગર રાત દિવસ વીતાવા સહેલા નથી PGVCL પણ પુર ઝડપે કામગીરી કરી રહ્યું છે. પણ જ્યાં હજારો પોલ (થાંભલા) પડી ગયા હોય ત્યાં ઈલેક્ટ્રીકસીટી પહોંચાડવી ખુબ મુશ્કેલ છે ખુબ મેનપાવર ને સાધન સામગ્રી ની જરૂર પડે છતાં જે ઝડપથી કામગીરી ચાલી રહી છે તે ખુબ સરાહનીય છે! હાલ જનરેટર જ ઉપાય છે પણ ખુબ ઓછા પડતા હોય લોકો ને પોતાના મકાનનું કે એપાર્ટમેન્ટનું પાણી ચડાવવા જનરેટર માટે વારો લખવો પડે છે સમય ખુબ લાગે છે!જેથી  જનરેટર સેવા હાલ ખુબ જરૂરી છે! જે લોકો પાસે જનરેટર છે ને ઉપયોગ ઓછો રહે છે તે લોકો જો જનરેટર સેવા ઉના તાલુકાના અસરગ્રસ્તોને આપે તો લોકો ને પાણી, દરણા, મોબાઈલ ચાર્જીંગ વિગેર ની સવલતથી થોડી રાહત મળે! રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ ના કાર્યકર્તાઓ ને કોટી કોટી વંદન સાથે અભિનંદન આપુ છું કે જેવો આજ આવેલ આપદા ને અવસરમાં બદલી અવિતર સેવાકાર્યમાં લાગ્યા છે. જો આપને અનુકૂળતા હોય તો એકવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના તત્કાલ ઉભા કરાયેલ ઉના કાર્યલય ની મૂલાકાત જરૂર લેજો એટલ વસુંધૈવ કુંટુંબ ને સાર્થક થતું જીવંત જોઈ શકશો!

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *