બાઈકમાં ઘરે વંથલી જઈ રહેલા ત્રણ યુવાનોને ધોરાજી-જૂનાગઢ રોડ પર અકસ્માત નડયો

ધોરાજીમાં મોડીરાત્રે અકસ્માતની ઘટના સામે આવી છે. બાઈકમાં ઘરે વંથલી જઈ રહેલા ત્રણ યુવાનોને ધોરાજી-જૂનાગઢ રોડ પર અકસ્માત નડયો હતો. પૂરપાટ વેગે જઈ રહેલા ટ્રકચાલકે બાઈકને ઠોકરે લેતા ત્રણેય યુવાનો બાઈક પરથી ફંગોળાયા હતા. ગંભીર ઈજાને પગલે ત્રણેયે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. ઘટના બાદ ટ્રકચાલક ટ્રક મુકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.

મરણ જનારમાં મુસ્તાકમીયા ઈબ્રાહીમભીયા મટારી સઈદ (ઉ.વ.૨૯, રહે.વંથલી, ધંધો-મજૂરીકામ) તેની પાછળ નાના નાના ત્રણ બાળકોને વિલાપ કરતાં છોડી ગયેલ છે. જન્યારે ફેજલભાઈ બસીરભાઈ રંગોનીયા (ઉ.વ.૨૨ રહે.વંથલી) અપરિણીત હતા અને મજૂરીકામ કરતા હતા અને ચાર ભાઈઓમાં પોતે નાના હતા તેમજ સોહિલ મહંમદ હનીફ મટારી સૈયદ (ઉ.વ.૧૬, રહે.વંથલી) અભ્યાસ કરતા હતા તેના પિતા ડ્રાઈવીંગ કામ કરે છે. મરણ જનાર એકના એક પુત્ર હતા અને ત્રણ બહેનોનો એક ભાઈ હતા. વંથલી ગામના ત્રણેય યુવાનોના મોત થતા વંથલી ગામે શોકનું મોજું ફેલાયેલ હતું. રાત્રે વંથલી ગામના અગ્રણીઓ ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવેલ અને ધોરાજીના મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવેલ હતા. જ્યારે ઘાયલ દર્દીને જૂનાગઢ સારવાર બાદ રજા અપાઈ છે અને પોતાની ફરિયાદમાં અજાણ્રા ટ્રક ડ્રાઈવર વિ‚ધ્ધ પોલીસ ફરિયાદ કરેલ છે જેમાં પોલીસે આઈપીસી કલમ ૨૭૯, ૩૦૪, ૩૩૭, ૩૩૮, ૧૩૪, ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો દાખલ કરેલ છે અને પીઆઈ એચ.એચ. જાડેજાએ તપાસ હાથ ધરી છે અને રોડ પર સીસીટીવી ની તપાસ હાથ ધરી છેપીએસઆઈ નયનાબેન કદાવાલા, ભીમભાઈ ગંભીર સહિતની ટીમો અજાણ્યા ટ્રકચાલકને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે
રીપોર્ટ રાજુભાઈ બગડા ધોરાજી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *