
રિપોર્ટ ડાંગ=અમરનાથ જગતાપ
આહવા: તા: ૨૭: ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે ગઈ કાલે વેપારી મથક વઘઈ સ્થિત તાલુકા શાળા ખાતે કોરોના સામે રક્ષણ આપતી ‘કોવીશીલ્ડ’ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. તેમણે કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયેલા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે ડાંગ જિલ્લાના પ્રજાજનોને કોરોના સામેના અસરકારક શસ્ત્ર સમી આ વેક્સીન લઈને સુરક્ષિત થવાનો અનુરોધ કર્યો છે. જિલ્લાના જનપ્રતીનીધિઓ, અગ્રણીઓ, અને સમાજ સેવકો પ્રજાજનોમા વેક્સીનેસન બાબતે વ્યાપક જાગૃતિ કેળવે તે માટે પણ ધારાસભ્ય વિજયભાઈ પટેલે અનુરોધ કર્યો છે.