અંબાજીમાં કોટેશ્વર વાલ્મિકી આશ્રમમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાના આરોપીઓ પકડી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી અંબાજી પોલીસ

              પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણકુમાર દુગ્ગલ સાહેબ તથા મ.પો.અધિ.શ્રી સુશીલ અગ્રવાલ સા . પાલનપુર વિભાગ પાલનપુર નાઓના સુચના અને માર્ગદર્શન મુજબ ઘરફોડ ચોરી તથા મિલકત સંબંધિત ગુન્હા શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ આવી પ્રવૃતી કરતા ઈસમોને પકડી પાડવા સુચના માર્ગદર્શન પુરૂ પાડેલ હોય જે અન્વયે અંબાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.બી.આચાર્ય તથા પોલીસ સબ ઈન્સપેકટર શ્રી એલ.પી.રાણા તથા અ.પો.કો. જયેશકુમાર ગણપતલાલ , તથા અ.પો.કો. શાંતિભાઇ પ્રભુજી , તથા આ.પો.કો. સુરેશભાઇ કેશાભાઇ , તથા અ.પો.કો. ભરતભાઇ ગોરધનભાઇ પો.સ્ટાફના માણસો અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના આવા ગુનાઓ શોધી કાઢવા અને ગુન્હા બનતા અટકાવવા માટે સતત પ્રયત્નશીલ હતા તે દરમ્યાન આજ રોજ પોલીસ સ્ટાફ સાથે કોટેશ્વર ગામે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન જાંબુડી ( રાજસ્થાન ) ગામ તરફથી એક મોટર સાયકલ હીરો હોન્ડા પ્લેન્ડર નંબર વગરના એક ઇસમ નામે સુરમાભાઇ નાનાભાઇ ડગાઇયા રહે.પાદરા મહુડા ફળી કોટેશ્વર તા , દાંતા જી.બનાસકાંઠા વાળો આવતો હોઇ જેને રોકાવેલ અને તેને પુછપરછ કરતા સદરે મોટર સાયકલ તેઓએ રાજસ્થાન ના દલદર ગામે વનવિભાગની ચોકીએથી ચોરી કરેલ હોવાનું જણાવતો હોઇ જેથી તેને પો.સ્ટે . લાવી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેણે કબુલાત કરેલ કે કોટેશ્વર આશ્રમ માં રાત્રીના સમયે આશ્રમના કોટની દીવાલ કુદી અંદર પડી આશ્રમના ચાર રૂમના તાળા તોડી ચોરી કરેલ જે સદર ગુનો આચરનાર પાંચ ઈસમો પૈકી ત્રણ ઈસમોને પકડી પાડેલ છે . આરોપીઓ : ( ૧ ) રમેશભાઇ રૂગાભાઇ પરમાર રહે.નીચલાગઢ વેરાફળી તા.આબુરોડ જી.સીરોહી રાજસ્થાન ( ૨ ) સુરમાભાઇ નાનાભાઇ ડુગાઇચા રહે.પાદરા મહુડા ફળી કોટેશ્વર તા.દાંતા જી.બનાસકાંઠા ( ૩ ) આમીરખાન મહંમદખાન પઠાણ રહે . કોટેશ્વર તા.દાંતા જી.બનાસકાંઠા ને ઝડપી પડાયા છે

મહેન્દ્ર અગ્રવાલ અંબાજી, બનાસકાંઠા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *