પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ સાથે કામ પાર પાડવામાં કોઈ પણ પ્રકારની અનિશ્ચિતતા ટાળવા માટે ભારપૂર્વક…
November 18, 2022
ભારતીય તટરક્ષક દળે ગુજરાતમાં 20મી રાષ્ટ્રીય મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ બોર્ડ બેઠકનું આયોજન કર્યું
ભારતીય તટરક્ષક દળ (ICG) દ્વારા ગુજરાતમાં કેવડિયા ખાતે શુક્રવાર, 18 નવેમ્બર 2022ના રોજ વાર્ષિક મેરિટાઇમ સર્ચ…
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હી ખાતે ‘ગ્લોબલ ટ્રેન્ડ્સ ઇન ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ એન્ડ ટેરરિઝમ’ થીમ પર ત્રીજી ‘નો મની ફોર ટેરર’ મંત્રી સ્તરીય પરિષદનું પ્રથમ સત્ર યોજાયું
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હી ખાતે ‘ગ્લોબલ ટ્રેન્ડ્સ ઇન ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ એન્ડ ટેરરિઝમ’ થીમ પર ત્રીજી ‘નો મની ફોર ટેરર’ મંત્રી સ્તરીય પરિષદના પ્રથમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રીએ આ સત્રમાં પોતાના પ્રારંભિક સંબોધનમાં જણાવ્યું હતું કે આતંકવાદ બેશકપણે, વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે સૌથી ગંભીર જોખમ છે પરંતુ, આતંકવાદને આર્થિક સહાય પહોંચાડવી એ આતંકવાદ કરતાં પણ વધુ ખતરનાક છે, કારણ કે આવું ભંડોળ આપીને આતંકવાદના ‘માર્ગો અને પદ્ધતિઓ’ને પોષવામાં આવે છે. આ ઉપરાંત, આતંકવાદને આપવામાં આવતું ભંડોળ દુનિયાભરના દેશોની અર્થવ્યવસ્થાને નબળી પાડે છે. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ભારત આતંકવાદને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં વખોડી કાઢે છે અને અમે માનીએ છીએ કે કોઇ પણ કારણ નિર્દોષ લોકોના જીવ લેવા જેવા કૃત્યને યોગ્ય ઠેરવી શકતું નથી. સમગ્ર દુનિયામાં આતંકવાદી હુમલાનો ભોગ બનેલા લોકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આપણે આ દુષ્ટતા સાથે ક્યારેય બાંધછોડ કરવી જોઇએ નહીં. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, ભારત કેટલાક દાયકાઓથી સરહદ પારથી પ્રાયોજિત કરવામાં આવતા આતંકવાદનો શિકાર બન્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય સુરક્ષા દળો અને નાગરિકોએ નિરંતર અને સંકલિત રીતે અત્યંત ગંભીર આતંકવાદી હિંસાની ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે. શ્રી શાહે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદાયનો એક સામૂહિક અભિગમ એવો છે કે આતંકવાદને તેના તમામ સ્વરૂપોમાં વખોડવો જોઇએ, પરંતુ, ટેકનોલોજીની ક્રાંતિના કારણે આતંકવાદના સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સતત વિકસિત થઇ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આજે, આતંકવાદીઓ અને આતંકવાદી સમૂહો આધુનિક શસ્ત્રો અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના દૂષણ અને સાઇબર તેમજ નાણાકીય અવકાશની ગતિશીલતાને સારી રીતે સમજે છે અને તેનો ઉપયોગ કરી જાણે છે. તેમણે જણાવ્યું હતું કે, “ડાયનામાઇટથી મેટાવર્સ” અને “એકે-47થી વર્ચ્યુઅલ એસેટ”માં આતંકવાદનું આ પરિવર્તન ચોક્કસપણે દુનિયાના દેશો માટે ચિંતાનો વિષય છે અને આપણે બધાએ તેની સામે એક સામાન્ય વ્યૂહરચના ઘડવા માટે સાથે મળીને કામ કરવું પડશે. શ્રી શાહે ઉમેર્યું હતું કે અમે એ પણ જાણીએ છીએ કે આતંકવાદના જોખમને કોઇપણ ધર્મ, રાષ્ટ્રીયતા અથવા જૂથ સાથે જોડાઇ શકે નહીં અને તેને જોડવા જોઇએ પણ નહીં. શ્રી અમિત શાહે કહ્યું કે, આતંકવાદનો મુકાબલો કરવા માટે, આપણે સુરક્ષા આર્કિટેક્ચર તેમજ કાનૂની અને નાણાકીય પ્રણાલીને મજબૂત કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેમણે કહ્યું હતું કે, આ બધું જ હોવા છતાં આતંકવાદીઓ હિંસા કરવા, યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને નાણાકીય સંસાધનો એકત્ર કરવા માટે સતત નવા નવા માર્ગો શોધી રહ્યા છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આતંકવાદીઓ દ્વારા કટ્ટરપંથી સામગ્રીનો પ્રસાર કરવા માટે ‘ડાર્ક નેટ’નો ઉપયોગ થાય છે અને આ પ્રકારે તેમની ઓળખ છુપાવવામાં આવે છે. આ ઉપરાંત, ક્રિપ્ટોકરન્સી જેવી વર્ચ્યુઅલ એસેટના ઉપયોગમાં વધારો થયો છે. તેમણે કહ્યું હતું કે, આપણે આ ડાર્ક નેટ પ્રવૃત્તિઓની રૂપરેખાને સમજવાની અને તેના ઉકેલો શોધવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, દુર્ભાગ્યવશ એવા પણ દેશો છે કે જેઓ આતંકવાદ સામે લડવાના આપણા સામૂહિક સંકલ્પને નબળો પાડવા માંગે છે અથવા તો તેમાં અવરોધો ઉભા કરે છે. તેમણે કહ્યું હતું કે, આપણે જોયું છે કે કેટલાક દેશો આતંકવાદીઓને રક્ષણ પૂરું પાડે છે અને તેમને આશરો આપે છે, કોઇ આતંકવાદીનું રક્ષણ કરવું એ આતંકવાદને પ્રોત્સાહન આપવા સમાન જ છે. તેમણે કહ્યું હતું કે, આ આપણી સામૂહિક જવાબદારી છે કે, આવા તત્વોને તેમના ઇરાદાઓમાં આપણે ક્યારેય સફળ ન થવા દઇએ. શ્રી શાહે જણાવ્યું હતું કે, ઑગસ્ટ, 2021 પછી, દક્ષિણ એશિયાઇ ક્ષેત્રમાં પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે અને શાસનમાં આવેલા પરિવર્તન તેમજ અલ કાયદા અને ISISનો વધતો પ્રભાવ પ્રાદેશિક સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પડકાર તરીકે ઉભરી આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ નવા સમીકરણોએ ટેરર ફાઇનાન્સિંગની સમસ્યાને વધુ ગંભીર બનાવી દીધી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, ત્રણ દાયકા પહેલાં સમગ્ર દુનિયાએ આવા જ એક શાસન પરિવર્તનના ગંભીર પરિણામો ભોગવવા પડ્યા હતા, જેનું પરિણામ આપણે સૌએ 9/11ના ભયાનક હુમલામાં જોયું છે. તેમણે જણાવ્યું હતું કે, આ પૃષ્ઠભૂમિમાં દક્ષિણ એશિયાઇ ક્ષેત્રમાં ગયા વર્ષે થયેલા ફેરફારો આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. તેમણે ઉમેર્યું હતું કે, અલ કાયદા સાથે દક્ષિણ એશિયામાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોએ આતંક ફેલાવવાનું એકધારું ચાલુ રાખ્યું છે. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આતંકવાદીઓના સુરક્ષિત આશ્રયસ્થાનો કે તેમને મળતા સંસાધનોની આપમે ક્યારેય અવગણના કરવી જોઇએ નહીં. તેમણે કહ્યું હતું કે, આવા તત્વોના બેવડા વલણને પણ આપણે ઉઘાડું પાડવું પડશે કે જેઓ આતંકીઓના પ્રાયોજક છે અને સમર્થન આપે છે, અને આના માટે, આ પરિષદ, સહભાગી દેશો અને સંસ્થાઓ આ પ્રદેશ સમક્ષ રહેલા પડકારો સામે પસંદગીયુક્ત અથવા આત્મસંતુષ્ટીનો પરિપ્રેક્ષ્ય ન રાખે એ પણ ઘણું મહત્વનું છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આતંકવાદને ભંડોળ પૂરું પાડવાની સમસ્યા વ્યાપક બની ગઇ છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતે ટેરર ફાઇનાન્સિંગને રોકવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આતંકવાદને આપવામાં આવતા ભંડોળ સામે ભારતની વ્યૂહરચના આ છ આધારસ્તંભો પર આધારિત છે: કાનૂની અને ટેકનોલોજીકલ માળખાને મજબૂત બનાવવું વ્યાપક દેખરેખ માળખાની રચના કરવી કાર્યક્ષમ ગુપ્તચર માહિતીના આદાનપ્રદાનના વ્યવસ્થાતંત્ર અને તપાસ તેમજ પોલીસ કામગીરીને મજબૂત બનાવવી મિલકત જપ્ત કરવાની જોગવાઇ કાનૂની સંસ્થાઓ અને નવી ટેકનોલોજીઓનો દુરુપયોગ અટકાવો અને, આંતરરાષ્ટ્રીય સહયોગ અને સંકલન સ્થાપિત કરવું શ્રી શાહે જણાવ્યું હતું કે, આ દિશામાં ભારતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA)માં સુધારો કરીને, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને મજબૂત બનાવીને અને નાણાકીય ગુપ્તચરોને નવી દિશા આપીને આતંકવાદ અને તેને પૂરા પાડવામાં આવતા ભંડોળ સામેની લડાઇને મજબૂત બનાવી છે. તેમણે જણાવ્યું હતું કે, અમારા નિરંતર પ્રયાસોના પરિણામે જ ભારતમાં આતંકવાદી ઘટનાઓમાં ધરખમ ઘટાડો થયો છે, જેના પરિણામે આતંકવાદને કારણે થતા જે આર્થિક નુકસાન વેઠવું પડતું હતું તેમાં પણ ઘટાડો થયો છે.…
ખાદીની વૈશ્વિક લોકપ્રિયતા IITF ખાતે ખાદી ઇન્ડિયા પેવેલિયનમાં વિદેશી રાજદૂતોને આકર્ષે છે
રાજદૂતોએ ખાદી ફેબ્રિકની વિવિધતાની પ્રશંસા કરી ખાદીની વધતી જતી વૈશ્વિક લોકપ્રિયતાએ શુક્રવારના રોજ 41મા ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ…
કચ્છ વિદ્યાભારતી શિશુ મંદિરો દ્વારા… બાળ માનસમાં સાહિત્યિક મિજાજ ઠસાવવા ૧૫૧ વાર્તાકથનનો અનૂઠો પ્રયોગ
પ્રેરણાદાયી વાર્તાઓથી વિદ્યાર્થીઓનું ઘડતર થતું જોવા મળે છે. કચ્છ જિલ્લામાં બાળ વાર્તાના બ્રહ્મા ગિજુભાઈ બધેકાના જન્મદિને…
કેશુભાઈ પટેલનો પટેલ ચોવીસીમાં પ્રભાવી પ્રચાર અભિયાન હાથ ધરાયો
ભુજ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કેશુભાઈ પટેલ ધ્વારા ભુજ વિધભાનસભા વિસ્તારના પટેલ ચોવીસીના ગામોમાં પ્રભાવી…
ડાંગ જિલ્લાના ઉભરતા પર્વતારોહક યુવાન શ્રી ભોવાન રાઠોડે ચૂંટણીલક્ષી જાણકારી મેળવી
ડાંગ જિલ્લાના ઉભરતા પર્વતારોહક યુવાન શ્રી ભોવાન રાઠોડે, ડાંગ જિલ્લા માહિતી કચેરી-આહવા ખાતે કાર્યરત મીડિયા સેન્ટર…
મેયરશ્રી હિતેશભાઈ મકવાણા અને શહેર ભાજપ પ્રમુખશ્રી ઋચિર ભટ્ટે સિવિલ હોસ્પિટલ ગાંધીનગર પહોંચીને વિદ્યાર્થીઓના ખબર અંતર પૂછ્યા
ગાંધીનગરના ચ-૬ સર્કલ પાસે આજે સવારે સ્કૂલ વાનને અકસ્માત થયાના સમાચાર મળતા જ મેયરશ્રી હિતેશભાઈ મકવાણા…
ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ભાજપના ઉમેદવાર શ્રીમતી રીટાબેન પટેલના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ કર્યું.
તા. ૧૭-૧૧-૨૦૨૨ના રોજ કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી રીટાબેન…
શ્રીમતી રીટાબેન પટેલે પ્રચાર કાર્યક્રમ અધૂરો મૂકીને તરતજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચીને વિદ્યાર્થીઓના ખબર અંતર પૂછ્યા
ગાંધીનગર ઉત્તર વિધાનસભા પ્રચાર દરમ્યાન ગાંધીનગર કેન્દ્રીય વિદ્યાલય સેક્ટર 30 ની સ્કૂલ વાનને અકસ્માત થયા ના…
