ડાંગ જિલ્લાના ઉભરતા પર્વતારોહક યુવાન શ્રી ભોવાન રાઠોડે ચૂંટણીલક્ષી જાણકારી મેળવી

ડાંગ જિલ્લાના ઉભરતા પર્વતારોહક યુવાન શ્રી ભોવાન રાઠોડે, ડાંગ જિલ્લા માહિતી કચેરી-આહવા ખાતે કાર્યરત મીડિયા સેન્ટર ની મુલાકાત લઈ, ચૂંટણીલક્ષી જાણકારી મેળવી હતી. યુવા પર્વતારોહક ભોવન રાઠોડે ખાસ કરીને ડાંગ જિલ્લાના નવા નોંધાયેલા યુવા મતદારોને તેમના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવાની અપીલ કરી છે. ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામા કુલ ૮૬૮૦ જેટલા નવા (૧૮+) મતદારો ચૂંટણી તંત્રના ચોપડે નોંધાયા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *