કેશુભાઈ પટેલનો પટેલ ચોવીસીમાં પ્રભાવી પ્રચાર અભિયાન હાથ ધરાયો

ભુજ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કેશુભાઈ પટેલ ધ્વારા ભુજ વિધભાનસભા વિસ્તારના પટેલ ચોવીસીના ગામોમાં પ્રભાવી અને અસરકારક પ્રચાર હાથ ધરાયો હતો. ભારતીય જનતા પાર્ટીના જિ૮લા કક્ષના હોદેદારો સહિત મંડલ અને મોરચાના આગેવાનો અને મોટી સંખ્યામાં જોડાયેલા કાર્યકર્તાઓની સાથે સૌ પ્રથમ મેઘપર ગામથી આજના પ્રચાર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જયાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહીને કેશુભાઈ સહિત સૌને આવકાર્યા હતા અને કેશુભાઈ જેવા સરળ સ્વભાવી વ્યકિતત્વને અદકેરું જનસમર્થન આપ્યું હતું. પ્રચાર જનસંપર્ક અભિયાનને આગળ વધારતા ત્યાર બાદ ગોડપર, દહિંસરા, સરલી, વાડાસર, આણંદસર, કુરબઈ, વાંઢાય, દેશલપર, સામત્રા, ફોટડી, ભારાસર સહિતના ગામોની મુલાકાત લઈને ગામને ચોરે મુખ્યત્વે પાટીદાર સમાજ સહિત વિવિધ સમુદાયો તેમજ વિવિધ સંસ્થાઓ અને સમાજના અગ્રણીઓની વ્યકિતગત ધોરણે મુલાકાત કરી હતી અને તેમને ભાજપના સુશાસનના નામે, વિકાસના નામે તથા રા/ટ્રવાદના નામે ભાજપની તરફેણમાં મતદાન કરવા હદય પૂર્વક અપીલ કરી હતી. સમગ્ર દિવસ દરમ્યાન પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં સૌથી ઉડીને આંખે વળગે એવી એ બાબત મુર્તિમંત થઈ હતી કે, લોકોમાં ભાજપ તરફી રીતસરનો જુવાળ અને ઉમળકાભર્યો માહોલ પરખાઈ રહયો હતો. ખાસ કરીને મહિલા વર્ગ, કિસાન વર્ગ તથા યુવાનોએ ગામે ગામ મોટી સંખ્યામાં

ઉપસ્થિત રહીને કેશુભાઈના જીવનના સાડા ચાર દાયકાની સુદર્ઘિ, કલંકરહિત અને નિતિમતાની રાજનીતીથી આકર્ષઈને તેમના જવલંત વિજય માટેના પ્રચાર અભિયાનમાં આપમેળે જોડાયા હતા. લોકમુખે ચર્ચાતી વાતો મુજબ એક કિસાન પુત્ર અને બિલકુલ જમીની સ્તરનો ઉમેદવાર જયારે ભુજ વિસ્તારને મળ્યો છે એ આવનારા સમયમાં ચોકકસપણે ભુજના ભવિ/યના સુવર્ણકાળનો અહેસાસ કરાવે છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર્રભાઈ મોદીના પ્રજાલક્ષ્ી અને વિકાસલક્ષી શાસનનું ભાથું હોય છે અને બીજી તરફ કેશુભાઈ પટેલ જેવા લોકસેવક જયારે ભુજને મળવા જઈ રહયા હોય ત્યારે સોનામાં સુગંધ ભળી હોય એ પ્રકારનું જનમાનસ સર્વત્ર વર્તાઈ રહયો છે. તમામ સ્થળોએ મળેલા જોશભેર આવકારનો પ્રતિભાવ આપતા કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભુજની સેવા કરવા માટે ભાજપે મને તક આપી છે ત્યારે આપ સૌ મતદાતાઓના સાથ અને સમર્થનથી હું મારી તમામ જવાબદારીઓમાં ખરો ઉતરીશ અને અત્યાર સુધીના મારા જાહેર જીવનની પ્રણાલીને આગળ વધારતા હું આગામી પાંચ વરસ તન અને મનથી ભુજના સર્વાંગી વિકાસ અને ઉન્નતિ માટે વ્યતિત કરીશ. હું જન્મે અને વ્યવસાયે કિસાન છું અને ગામડાની સંસ્કૃતિ સાથે મારું જીવન ખૂબ નિકટતાથી વણાયેલું છે એ હિસાબે હું ગ્રામીણ વિસ્તારની સમસ્યાઓ અને અપેક્ષઓ ખૂબ સારી રીતે સમજી શકું છું અને યોગ્ય ન્યાય આપી શકીશ. કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારે ગ્રામીણ ઉત્થાન માટે અનેક મહત્વાકાંક્ષ્ી કદમો ઉઠાવ્યા છે અને પ્રચુર માત્રામાં સમાજના સર્વે વર્ગોને સ્પર્શતી જનક૮યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે ત્યારે હું આ તમામ યોજનાઓ ગ્રામીણ વિસ્તારમાં વસતા છેક છેવાડાના વ્યકિત સુધી પહોંચાડવા માટે પૂર્ણ પણે કટીબધ્ધ છું. પ્રચાર અભિયાન દરમ્યાન પારૂલબેન કારા, ડો.મુકેશભાઈ ચંદે, પચાણભાઈ સંજોટ, રમેશભાઈ મહેશ્વરી, ગોદાવરીબેન ઠકકર, વીજુબેન રબારી, મંજુલાબેન ભંડેરી, ભીમજીભાઈ જોધાણી, દિનેશભાઈ ઠકકર, કૌશ૮યાબેન માધાપરીયા, મનીષબેન વેલાણી, દામજીભાઈ ચાવડા, કુંવરબેન મહેશ્વરી, પ્રવિણભાઈ પીંડોરીયા, અરવિંદભાઈ પીંડોરીયા, જેમલભાઈ રબારી, હરીશભાઈ ભંડેરી, મેઘપરથી શીવજીભાઈ કેસરા હાલાઈ, ગોવિંદભાઈ કેસરા હાલાઈ, નાગશીભાઈ ફફલ, ભીખાભાઈ રબારી, દહિંસરાથી સરપંચ ઈન્દુબેન વાલજી આસાણી, વિરમભાઈ રબારી, કિશોરભાઈ પીંડોરીયા, મનસુખભાઈ કારા, રમેશભાઈ ગઢવી, દામજીભાઈ ગાભા, સરલીથી વિશ્રામભાઈ રાબડીયા, રવજીભાઈ રાબડીયા, મેહુલભાઈ રાબડીયા, અનિલભાઈ ઠકકર, ગોડપરથી લખમણભાઈ ખીમજી કાબરીયા, નારાણભાઈ મુળજી કાબરીયા, રમેશભાઈ નારાણ હાલાઈ, વાડાસરથી સરપંચ પ્રિતિબેન વેકરીયા, મુળજીભાઈ વેલજી વેકરીયા, દેવજીભાઈ પ્રેમજી વેકરીયા, મનીષ્ પ્રવિણ રાબડીયા, આણંદસરથી સરપંચ શાંતિલાલ હરજી ભાવાણી, બાબુલાલ દેવશી ભાવાણી, પ્રકાશ જેન્તીલાલ ચૌહાણ, કાંતિલાલ દેવજી ભાવાણી, કુરબઈથી સરપંચ હંસાબેન વેરશી મહેશ્વરી, રામજી જખુભાઈ મહેશ્વરી, નરેન્દ્ર કાનજી રામજીયાણી, વાલજી જીવરાજ પટેલ, દેશલપરથી સરપંચ પરસોતમભાઈ વાસાણી, કાંતિભાઈ પુંજાણી, નાનજીભાઈ માવાણી, મેઘજીભાઈ મારાજ, જાવેદ દાઉદભાઈ જત, અનવર હાજી સાડ, હમીરભાઈ કોલી, ખેંગુભા સોઢા, જગદીશ મારાજ, સુરેશ વાસાણી, ક૮પેશ માવાણી, વાંઢાયથી મહોબતસિંહ સિંધલ, કરશનજી સિંધલ, રોહિતભાઈ અબોટી, નાગીયારીથી અસરફભાઈ શેખ, સામત્રાથી સરપંચ દેવબાઈ હિરાલાલ લાધાણી, જાદવા નાથા વરસાણી, મનજી લાલજી વરસાણી, પ્રેમજી માવજી વરસાણી, દિનેશ કાનજી વરસાણી, શાંતાબેન જાદવા વરસાણી, જીતેન્દ્ર ગોવિંદ મહેશ્વરી, ભરતસિંહ ભોજુભા જાડેજા, ફોટડીથી રમેશ કેશરા ભુડીયા, પ્રવિણ શીવજી ભુડીયા, કાંતિ ધનજી ખેતાણી તેમજ ભારાસરથી ગોવિંદ પ્રેમજી વરસાણી, વિશ્રામ લાલજી હિરાણી, દિનેશ ગોવિંદ વરસાણી, શ્રેયાંશ વોરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM