મસ્કા ગામે KFFFDT સંસ્થા ના સહયોગ થી જળ સંગ્રહ નો ભગીરથ કાર્ય થઈ રહ્યું છે


જલ હૈ તો કલ હૈ ના સૂત્ર ને વળગી વરસાદી પાણી ના વધુ માં વધુ સંગ્રહ થાય એ હેતુ થી ત્રણ જગ્યાએ 75 એકર માં તળાવ ઊંડા કરવા નું કાર્ય KFFFDT સંસ્થા ના જયેશભાઈ લાલકા ના સહયોગ થી આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે અત્યારે આ ગામ માં પાણી નું TDS 6000 થી વધુ છે જે આ જળ સંગ્રહ બાદ TDS માં ગણું સુધાર આવશે જેથી ગ્રામજનો ખેડૂતો પશુપાલકો અને દરેક જીવો માટે ખૂબ ફાયદા કારક રહેશે એવું મસ્કા ના સેવાભાવી સરપંચ કિર્તીભાઇ ગોર જણાવ્યું હતું આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુળ ના શ્રી કૃષ્ણજીવન સ્વામી માંડવી ના શ્રી અક્ષરપ્રકાશ સ્વામી એ ધાર્મિક વિધિ થી પૂજન કરાવી શુભાષિસ આપ્યા હતા ગ્રામજનો વતી શિલ્પાબેન નાથાણી એ જયેશભાઈ નું સન્માન કરી સંસ્થા નો આભાર વ્યક્ત કર્યો હતો,આ કાર્ય માં ખેડૂત મિત્રો પોતાની વાડી ખેતર માટે ખૂબ ઉત્સાહ થી માટી લઈ રહ્યા છે ત્યારે હિરાલાલભાઈ તો મોતા નીરૂબેન રસ્તે,પ્રકાશભાઈ નાથાણી ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મસ્કા પંચાયત વતી ચંદ્રકાંતભાઈ મોતા મહેશભાઈ મોતા માવજીભાઈ પટેલ, માવજી હીરજી પટેલ મનજીભાઈ પટેલ,સુવ્યવસ્થા સંભાળી રહ્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *