શ્રી જલિયાણ ગૌશાળા ડીસા ખાતે 151 મા ગુરૂવારે જામી ભજનોની રમઝટ…

ગાયો માટે ભેટ રકમ પણ અર્પણ કરાઈ……

છેલ્લા 150 ગુરૂવારથી જલારામ સત્સંગ મંડળ દ્રારા ડીસા નગરમાં વિવિધ પરિવારોમાં જલારામબાપાનાં ભજનો થયા બાદ 151 મા ગુરૂવારે જલિયાણ ગૌશાળા ડીસા ખાતે જલારામ ભકત ભજનીકોએ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ભજનો ગાઈ સૌને મોજ કરાવી હતી..


ગૌમાતાના દિવ્ય સાનિધ્ય અને ચરણોમાં ભોજન પ્રસાદ સાથે યોજાયેલ આ સત્સંગમાં શિલ્પાબેન ઠકકર,રક્ષાબેન ઠકકર,જ્યોતિબેન ઠકકર,પૂજાબેન ઠકકર,જ્યોત્સનાબેન ઠકકર,નિયતિબેન કારિયા,ચારૂબેન ઠકકર,ગીતાબેન ઠાકોર,નીતાબેન ઠકકર સહિતની બહેનો ઉપરાંત નવીનભાઈ પ્રજાપતિ,સંજયભાઈ બારોટ,નટુભાઈ લીમ્બાચીયા,દીલીપભાઈ નવરંગવાળા,દેવચંદભાઈ ઠકકર,રોનકભાઈ ગટા,આત્મારામભાઈ ઓઢાવાળા,કનુભાઈ તૃપ્તિવાળા,સતીશભાઈ પટેલ સહિતના વિવિધ ભજનીકોએ મધુર સ્વરમાં ભજનો ગાઈ સમગ્ર વાતાવરણને જલારામમય/ભકિતમય બનાવ્યું હતું.જલારામ સત્સંગ મંડળ દ્રારા 150 ગુરૂવાર દરમિયાન એકત્ર થયેલ આરતી/ભેટ રકમનો જમા/ઉધારનો સંપૂર્ણ હિસાબ ભગવાનભાઈ બંધુએ વાંચી સંભળાવ્યા બાદ વધેલી આખરી રકમ આદરણીય યશવંતશાસ્ત્રીજી મહારાજના હસ્તે જલિયાણ ગૌશાળા ડીસાને અર્પણ કરવામાં આવી હતી.ભોજનપ્રસાદ નિમિતે પણ વિવિધ દાતાઓએ વિશિષ્ઠ સહયોગ આપ્યો હતો.ગૌ સેવા સમિતિ ડીસાએ ગાયોના નિભાવ પેટે રૂપિયા 25000(પચીસ હજાર) નો ઉમદા સહકાર આપ્યો હતો.વિવિધ આગેવાનો કનુભાઈ આચાર્ય,જયંતિભાઈ ઓઢાવાળા,ચંદુભાઈ એટીડી,ઈશ્ર્વરભાઈ રાવળ,પ્રમોદભાઈ રોટરી પ્રમુખ,પ્રવિણભાઈ નાઈ સહિત સૌએ ખાસ હાજરી આપી હતી.. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે આર.ડી.ઠકકર,મહેશભાઈ ઉડેચા,મુકેશભાઈ આચાર્ય,તારાચંદભાઈ મજેઠીયા,આનંદભાઈ પી.ઠકકર,દિનેશભાઈ ચોકસી,વૈકુંઠભાઈ કારિયા સહિત સૌએ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા.જલિયાણ ગૌશાળા ડીસાના તમામ ટ્રસ્ટીઓ,દાતાઓ,સેવકો,કર્મચારીઓને પણ અભિનંદન આપી ઉજ્જવળ ગૌસેવા માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી

આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *