તુષ્ટિ એ ભારતીય જાહેર આરોગ્ય સંસ્થા ગાંધીનગર અને ગુજરાત સરકાર,નાયરા એનર્જી, જેએસઆઈઆર & ટી ઇન્ડિયા ફાઉન્ડેશન અને વચ્ચેની ભાગીદારી અંતર્ગત દેવભૂમિ દ્વારકા ખાતે શરૂ કરવામાં આવેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય અને કુપોષણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ડીસેમ્બર-૨૦૧૯માં આઈ.આઈ.પી.એચ ગાંધીનગર દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી. જે બાળકના શરૂઆતના એક હજાર દિવસ આટલે કે ગર્ભાવસ્થાથી૨ વર્ષ સુધીના બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.ગુજરાતના માનનીય મુખ્ય મંત્રીશ્રી દ્વારા ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૯માંઆ પ્રોજેક્ટનો પ્રારંભકરવામાં આવ્યો હતો. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દ્વારકા જિલ્લાની પ્રણાલી મજબૂત બનાવવા તેમજ છેવાડાના દર્દીને પણ તજજ્ઞ તબીબની સારવાર ટેલી મેડીસીન દ્વારા મળી શકે તેવા પ્રોગ્રામ વ્યવસ્થાપનના ઉદેસ્શ્યથી અને અસરકારક અમલીકરણ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. આ મશીન દ્વારા ઈચ્છિત પરિણામોના ધ્યેય સુધી પોહોચવા, તુષ્ટિ પ્રોજેકટ અંતર્ગત એક નવીનતા સાથે હેલ્થ કિઓસ્ક મશીનને રાણપ્રાથમિક આરોગ્યકેન્દ્ર ખાતે મૂકવામાં આવેલ છે. હેલ્થ કિઓસ્ક એક પ્રકારનુ હેલ્થ એ.ટી.એમ.મશીન છે, જેમાં ટેલિમેડિસીન દ્વારા દર્દીની પારસ્પરિક અસરકારક આરોગ્ય તપાસ થઈ શકે. આ મશીન જે મેક ઇન ઇન્ડિયા અને ડિજીટલ ઇન્ડિયા હેઠળ ડિઝાઈન કરીને બનાવવામાં આવેલ છે. તેમાં દર્દીની રહેણાકની જાણકારી, રોગ સંબંધિત લક્ષણો અને ચિહ્નો, રોગ સંબંધીત અગાઉનો ઇતિહાસ, દર્દીની તપાસ અને પરીક્ષણ, કામચલાઉ નિદાન, દવાઓ અને લેબોરેટરી રીપોર્ટ્સ વગેરેનો આ મશીનમાં સમાવેશ કરવામાં આવેલ છે. તેમાં બીજા અન્ય પરીક્ષણ અથવા તપાસ જેમકે સામાન્ય રોગોની તપાસ, બિન ચેપી રોગોનો તપાસ અને માતા અને શિશુ ની તપાસ પણ થાય છે. તેનો ઉપયોગ કરવો ખુબજ સરળ છે. જેમાં અરોગ્યના તપાસણીના ડેટાનો સમાવેશ થાય છે. આ મશીનનો ઉદેશ વેહેલા નિદાન,સારવાર અને સમયસર રેફેરલ સેવાને પ્રોત્સાહન આપવાનું છે. આ મશીનમાં ચિકિત્સક અને નિષ્ણાત સાથે દૂરસ્થ પરામર્શ માટે ટેલિમેડિસીનની ગોઠવણ કરેલ છે. સાથે-સાથે તાલીમ આધારિત “સમસ્યા” માટે મોબાઈલ એપ્લીકેશન બનાવામાં આવી છે જે આરોગ્ય અને પોષણ કાર્યકરો દ્વારા કોઈ પણ સમયે તેનો ઉપયોગ કરી શકાશે. આ મોબાઇલ તાલીમ એપ્લીકેશનમાં તાલીમ સત્રો, વિડીઓ, પ્રશ્ન અને જવાબ વિભાગ, ઈન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવામાં આવેલ છે. જે તાલીમ અંગેની એક ઉમદા એપ્લીકેશન છે. ભવિષ્યમાં આ એપ્લીકેશન ગુજરાતમાં રોલ મોડેલ એપ્લીકેશન તરીકેનો ભાગ ભજવશે એવી આશા છે. કોવીડ-૧૯ ની પરીસ્થિતિને જોતા આ બંને પહેલ હાલની પરિસ્થિતિને અનુકુળ ભાગ ભજવે છે. આ બંને પહેલનું ઉદઘાટન દેવભૂમિ દ્વારકાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.જે.જાડેજાના વરદ હસ્તે સામાજીક અંતર જાળવીને કરવામાં આવેલ. આ સમયે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.વી. પટેલ, જિલ્લા એપેડેમીક અધિકારીશ્રી ડો.રાજ સુતરીયા અને દેવભૂમિ દ્વારકાના અન્ય આરોગ્ય અધિકારીઓ અને કાર્યકરો હાજર રહેલ. તેમજ ભારતીય જાહેર આરોગ્ય સંસ્થા ગાંધીનગર, નાયારા ટીમ, ટીમ-જેએસઆઈ. આર & ટી ઈન્ડિયા ફાઉન્ડેશનની ટીમ પણ હાજર રહી સવિષેશ માર્ગદર્શન આપવામાં આવ્યું. શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે આપ્રકારની સેવાઓની પહેલ દ્વારા છેવાડા માં રહેલ દર્દીઑ ને પ્રાથમિક સારવાર દ્વારા રોગનું ભારણ ઓછું કરી શકાશે તેમજ અણધાર્યા મુત્યદરમાં પણ ઘટાડો કરી શકાય. આ બંને કામોની પહેલ દેવભૂમિ દ્વારકા દ્વારા તૃષ્ટી પ્રોજેકટ અંતર્ગત કરવામાં આવેલ છે.

