છેલ્લા દોઢેક વરસ થી આખું વિશ્વ કોરોના રૂપી સંકટ થી પીડિત છે અને પહેલી લહેર કરતા બીજી લહેરમાં આપણે બધાને ઓક્સીજન રૂપી નવી તકલીફ નો સામનો કરવો પડ્યો. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કોરોના નાં આ સંકટમાં ઘણા પ્રયત્નો કર્યા છે. પરંતુ એક નાગરિક તરીકે હવે આપણી પણ ફરજ છે કે આપણા થી બને તેટલા વૃક્ષો નું વાવેતર કરીએ.
મહેસાણાના જાગૃત સાંસદ શ્રી શારદાબેન પટેલ દ્વારા વૃક્ષારોપણ અને છોડ વિતરણ નો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો… તેમના દ્વારા આજે 125 વૃક્ષોનું વાવેતર અને 500 આરોગ્યલક્ષી રોપા નું વિતરણ કરવામાં આવ્યું. તેમની સાથે મહેસાણા નગરપાલિકાના પ્રમુખ શ્રી વર્ષાબેન પટેલ પણ હાજર રહ્યા અષાઢીબીજ ના પાવન પર્વ નિમિત્તે જગન્નાથજી ભગવાનને જેમ સમર્પણ કરતા હોય તે રીતે લોકોને પોતાના ઘર માટે પણ લઈ જવાનું તેમને જણાવ્યું અને વિશેષમાં ફક્ત છોડ લઈ જઈને બેસી રહેવાનું નહીં પરંતુ તેને કાળજી રાખીને તે છોડને ઉછેરવા માટે પણ તેમણે જણાવ્યુ. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ જીવનમાં ઓછામાં ઓછા 10 વૃક્ષો ઉછેરવાં જોઈએ સૌજન્ય : એપોલો ગ્રુપ પરિવાર દ્રારા થયું…
રિપોર્ટ… ડેવિડ પટેલ..મહેસાણા




