જામનગર ( ભરત ભોગાયતા) અષાઢ સુદ બીજ એટલે હીન્દુ સમાજ નો પવિત્ર આસ્થાદિન, આજના દિન બીજના પુષ્ય નક્ષત્રમાં ભગવાન શ્રીકૃષ્ણ બહેન સુભદ્રા તથા મોટા ભાઇ બલભદ્રજીને સાથે રથમાં સવાર થઈ નગરયાત્રાએ ભક્તોને દર્શન આપવા નીકળ્યા હતા. આ ઉત્સવ ને આજ દિન સુધી લોકો રથયાત્રાના નામથી ઉજવવામાં આવે છે. તેવી જ રીતે આ વખતે પણ દ્વારકાધીશ મંદિર ના વારાદાર પુજારીના જણાવ્યાનુસાર તા.11.07.21 ના રવીવારના રોજ પુષ્ય નક્ષત્ર માં રથયાત્રાનુ આયોજન કરવામાં આવેલ છે. સાંજના 2.30 થી 4.30 સુધી ભગવાન દ્વારકાધીશના ચલીત સ્વરૂપ ને ચાંદી તથા તુલસીના લાકડામાંથી બનેલા પૌરાણિક રથમાં બીરાજમાન કરી ઢોલ નગારા અને શાસ્ત્રોક્ત વિધી સાથે મંદિર ની ચાર પરિક્રમા કરાવવામાં આવે છે. માન્યતા મુજબ પુજારી પરિવાર દ્વારા પરિક્રમા સાથે રથને એક સ્તંભ સાથે અથડાવવામાં આવે છે, અને એવુ માનવામાં આવે છે કે જેટલા જોરથી અથડાવવામા આવે તેટલા જોરથી વરસાદ આવે છે. આથી સારો વરસાદ પડે તે આશાએ રથને અથડાવીને વરસાદના શુભ સંકેતો મેળવવામાં આવે છે. આજના દિન ભગવાને 4 ભોગ તથા 4 આરતી કરવામાં આવે છે. અને વરસાદના અમી છાંટણા પણ વરસ્યા હતા. હાલ કોરોનાને ધ્યાને લઇને આ રથયાત્રામાં ભાવિકો ભાગ લઈ શક્યા નહી. પરંતુ પરંપરા જાળવવા પુજારી પરિવાર દ્વારા ઉત્સવ ધામધુમ થી ઉજવવામાં આવ્યો હતો.