ગીર-સોમનાથ જિલ્લાના આરોગ્ય વિભાગની NVBDCP શાખા દ્વારા ડેન્ગ્યું વિરોધી માસ તરીકે ઉજવણી કરાઇ

 ગીર-સોમનાથ જિલ્લાના આરોગ્ય વિભાગની NVBDCP શાખા દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાને લઈને  જુલાઈ  મહિના ને ડેન્ગ્યું વિરોધીમાસ તરીકે ઉજવવા માં આવે છે. જુલાઈ  માસ માં ચોમાસા ની શરૂઆત થતી હોય વરસાદ થવાના કારણે  વાહકજન્ય રોગચાળા માં વધારો ના થાય તે માટે જિલ્લાના અધિકારીશ્રીઓ તથા સુપરવાઈઝરશ્રીઓના સુપરવિઝન તળે દરેક MPHW, આશાબહેનો તથા આશા ફેસીલીટર બહેનો દ્વારા પાણી ભરેલા પાત્રો, ફ્રીઝ, કુલર, ફૂલદાની, ટાયર, ભંગાર, અગાસી, પાણી ભરેલ ખાડાઓ વગેરે ચેક કરી જે જગ્યાએ મચ્છરો નું બ્રિડિંગ(પોરા) જોવા મળેલ, તેમાં  ટેમોફોસ/કેરોશીન નાખી મચ્છરના પોરાનો નાશ કરવામાં આવેલ.

ઉપરાંત કર્મચારીઓ દ્વારા ૮૯૫૮૪ ઘરોમાં વિઝીટ કરવામાં આવેલ જેમાંથી ૧૬૬૧ જેટલા ઘરો તથા ૧૯૫૦ પાત્રોમાં મચ્છરનું બ્રીડીંગ જોવા મળેલ. તેમાંથી ૨,૪૬,૫૦૩ જેટલા પાત્રોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ અને આઉટડોર ૭૨ બ્રીડીંગ પ્લેસમાં ડાયફ્લુ બેન્ઝુરોન નાખવામાં આવેલ.  તેમજ સોર્સ રીડકશન હેઠળ  ૩૪૩૫ બ્રીડીંગ પ્લેસ નો નાશ કરવામાં આવેલ. ૩૬૫ જગ્યાએ કાયમી ભરાતા પાણીના સ્થળોમાં પોરા ભક્ષક માછલીઓ મૂકવામાં આવેલ. ૧૦૯૦ મચ્છરદાનીને દવાયુક્ત કરવામાં આવેલ. આ ઉપરાંત લોક જાગૃતિ માટે ડેન્ગ્યું અંગેની જાણકારી આપતા પોસ્ટરો સ્થાનિક જગ્યાએ લગાવવામાં આવ્યા અને વેરાવળ તેમજ કોડીનારના લોકલ ટીવી ચેનલ માં વાહકજન્ય રોગચાળા વિષે જાહેર જનતા જાગૃત થાય તે માટે વીડિયો તેમજ સ્ક્રોલીગ દર્શાવવા માં આવી રહ્યું છે. તેમજ જુલાઈ માસ ની ઉજવણી ના ભાગ રૂપે ગીર સોમનાથ ના એફ એમ રેડિયો ઉપર જિંગલ પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રીક્ષામાં પાછળ પોસ્ટર લગાવીને લોકોમાં જાગૃતિ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સોં સાથે મળી વાહકજન્ય રોગચાળાના અસરકારક નિયંત્રણની કામગીરીને સાર્થક કરવા અને ‘મેલેરિયા મુક્ત ગુજરાત-૨૦૨૨’ ના મિશન ને સફળ બનાવવામાં સહયોગ આપવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ભાયા સાહેબ અને જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી ડો.કે.બી.નિમાવત દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *