ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહના માધ્યમથી તેમના મતવિસ્તારમાં આવતા રાંધેજા ગામ ખાતે સસ્તા અનાજની દુકાન પર લાભાર્થીઓને કાપડની હેન્ડબેગનું વિતરણ કરવામાં આવ્યું.દેશના લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્દેશ અનુસાર દેશના ૮૦ કરોડ નાગરિકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દર મહિને વિનામૂલ્યે અનાજ વિતરણ થઈ રહ્યું છે અને તે દિવાળી સુધી ચાલુ રહેવાનું છે ત્યારે ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહના માધ્યમથી તેમના મતવિસ્તારમાં આવતા રાંધેજા ગામ ખાતે સસ્તા અનાજની દુકાન પર લાભાર્થીઓને કાપડની હેન્ડબેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યમાં વોર્ડ ન. ૧ ના ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારશ્રીઓ, વોર્ડના પ્રમુખ, મહામંત્રી સહિતના સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા.


