
રિપોર્ટ :- સંદીપ વ્યાસ મોરબી
ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા કોરોના કાળમાં નિસ્વાર્થ સેવા કરનાર સેવાધારીઓનું સન્માન, વહીવટી તંત્ર અને પ્રજાને જાગૃત રાખનાર પત્રકાર મિત્રોનો સન્માન સમારોહ ઓમ શાંતિ વિધાલય ખાતે યોજવામાં આવ્યો હતો
જે સમારોહમાં નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, પ્રવીણભાઈ કારિયા, ,કરમશીભાઈ પરમાર, નીલેશભાઈ ગામી ઉપસ્થિત રહ્યા હતા સેવાધારીઓ દેવેન રબારી, કેતન વિલપરા, યશ હિરાણી, કમલેશ અમદાવાદી અને ધર્મેન્દ્રભાઈ મિસ્ત્રીનું નેશનલ ચેરમેન વતી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મોરબીના પત્રકાર મિત્રોનું પણ ક્લબ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું શિક્ષણવિદ એસ એચ શાસ્ત્રીએ ક્લબના કાર્યોને બિરદાવેલ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ભાવેશભાઈ દોશી અને હર્ષદભાઈ ગામી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી
