ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા ઍરૂ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરાયો

ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા ઍરૂ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. પર્યાવરણની જાળવણી અને વાતાવરણમાં થઇ રહેલા ફેરફારોને ધ્યાનમાં રાખી ૧૦૦ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ ઉડાનના સભ્યો દ્વારા હાથ ધરાયું હતું. આ સિવાય ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વુમન ઍમ્પાવરમેન્ટ, સ્કીલ ડેવલોપમેન્ટ ટ્રેનીંગ પ્રોગ્રામ, આરોગ્ય વિષયક બાબતો, ગરીબ કલ્યાણના કાર્યો, કલા અને સાંસ્કૃતિક વિષયોને લગતી પ્રવૃત્તિઓ, રોજગારલક્ષી કાર્યક્રમો તેમજ તમામ પ્રકારની કુદરતી આપત્તિઓ સમયે લોકોની મદદ માટે હંમેશા આગળ રહે છે, તેમ ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી મેહુલ રાઠોડ દ્વારા જણાવાયું છે.                                 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *