શ્રી હીરાભાઇ ટમારીયા તથા અરવિંદ ભાઇ વાસદડીયા દ્વારા લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેકિસન નો પ્રથમ ડોઝ લેવા આવનાર યુવાનો ને ફુલ આપી આવકારવા મા આવ્યા

મોરબી જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચેરમેન શ્રી હીરાભાઇ ટમારીયા તથા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ ભાઇ વાસદડીયા દ્વારા લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેકિસન નો પ્રથમ ડોઝ લેવા આવનાર યુવાનો ને ફુલ આપી આવકારવા મા આવ્યા દુનિયા ના સૌથી મોટા રસીકરણ અભિયાન અંતર્ગત લાલપર ખાતે વેકિસન લેવા માટે પી એચ સી લાલપર દ્વારા અને લાલપર ના યુવાનો ની મદદ થી વેકિસનેશન કેમ્પ નુ આયોજન કરવામા આવેલ આ તકે આરોગ્ય સમિતિ ના ચેરમેન શ્રી હીરાભાઇ ટમારીયા અને મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા દ્વારા યુવાનોને વેકિસન પ્રત્યે ઉત્સાહિત કરવા પ્રથમ ડોઝ લેનાર યુવાનો ને ફુલ આપી આવકારવામા આવ્યા તેમજ ચેરમેન શ્રી દ્વારા અપિલ કરવામા આવી કે કોઇ પણ ગેરમાન્યતા મા દોરાયા વિના વેકિસન લેવી જોઇએ કારણ કે વેકિસન થી જ આપણે કોરોના ની ત્રીજી લહેર ને રોકી શકીશુ અને સમગ્ર ભારત મા ઝડપ થી રસી કરણ થઇ રહ્યું છે ત્યારે આપણો જીલ્લો પણ પાછળ ન રહે માટે આરોગ્ય વિભાગ દ્વારા જે શેડયુલ આપવામા આવે એ પ્રમાણે શાંતિ થી તમામ લોકો વેકિસનેશન કરાવે આ તકે ચેરમેન શ્રી તથા પ્રમુખ શ્રી દ્વારા આરોગ્ય ની અમૂલ્ય સેવા આપતા આરોગ્યકર્મી ને અભિનંદન આપવા મા આવ્યા નિષ્ઠા પુર્વક ની સેવા ને બિરદાવવા મા આવી તથા લોકો ની ઓરોગ્ય લક્ષી સેવા માટે મોરબી આરોગ્ય વિભાગ તત્પર છે એવો કોલ હીરાભાઇ ટમારીયા દ્વારા આપવામા આવ્યો આ કાર્યક્રમ ને સફળ બનાવવા મેડીકલ ઓફિસર હિરેન ભાઇ,તથા PHC સ્ટાફ,લાલપર ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી રમેશભાઇ,સદસ્ય શ્રી કમલેશ ભાઇ, મુકેશભાઇ,પ્રવિણભાઇ,અણદાભાઇતથા લાલપર યુવા ગ્રુપ વિપુલભાઇ , વિરલભાઇ,મનિષભાઇ, લાલજીભાઇ સોલંકી, વગેરે એ જહેમત આપી હતી

રિપોર્ટ મહેશ સિંધવ મોરબી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *