કાર્યક્રમના આયોજન અંગે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
૨ જી ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે રાજ્યમાં યોજાનાર સ્વચ્છતા અંગેની જનજાગૃત્તિ માટે ગુજરાત હેન્ડ વોશીંગ કેમ્પેઈન એટ નંદઘર ઝુંબેશ કરાશે. એટલે કે હાથ ધુઓ ઝુંબેશ (હેન્ડ વોશીંગ કેમ્પેઈન) હાથ ધરવામાં આવનાર છે તેના ભાગરૂપે આ દિવસે ભરૂચનો પણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ એ.આઈ.એ હોલ અંકલેશ્વર ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમના આયોજન અંગે કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.
આ બેઠકમા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા ધ્વારા ચર્ચા-પરામર્શ કરી જિલ્લાના તાલુકાઓની આંગણવાડીઓમાં કરવામાં આવનાર કાર્યક્રમ અંગે પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વધુમાં કલેક્ટરશ્રીએ આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી સૂચન માર્ગદર્શન આપ્યા હતા. રાજ્યમાં નંદઘરા ઈ-લોકાર્પણ સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગર ખાતેથી વિડિયો કોન્ફરન્સ મારફત કરનાર છે.
આ બેઠકમાં પ્રોગ્રામ ઓફીસરશ્રી કોમલબેન ઠાકોરે કાર્યક્રમ અંગેની વિગતવાર માહિતી આપી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયન, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ત્રિપાઠી, પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લાના અધિકારીશ્રીઓ વિગેરે અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

