જન્મજાત ખોડખાંપણ ધરાવતા દર્દીઓ માટે આહવા ખાતે યોજાયો વિના મુલ્યે નિદાન અને સારવાર કેમ્પ

ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે કાર્યરત વનબંધુ આરોગ્ય ધામ ખાતે હાંસોટ સ્થિત કાકા બા હોસ્પીટલના સહયોગથી વિનામૂલ્યે મેડીકલ કેમ્પનું આયોજન કરાયુ હતું. ગત તા.૨૭ મી સપ્ટેમ્બરના રોજ આયોજિત આ કેમ્પમાં ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી ૮૭ જેટલા જરૂરિયાતમંદ દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. જન્મજાત ખોડખાંપણ જેવી કે, ફાટેલા હોઠ અને ફાટેલું તાળવું તથા દાઝેલા કે અકસ્માતે હાથ પગ ગુમાવનાર દર્દીઓનું આ કેમ્પમાં વિનામૂલ્યે નિદાન અને સારવાર હાથ ધરવામાં આવી હતી. નોંધાયેલ દર્દીઓ પૈકી ૭૦ દર્દીઓને વધુ સારવાર અર્થે કાકા બા હોસ્પિટલ, હાંસોટ ખાતે લઇ જવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. આ કેમ્પના સફળ આયોજનમાં શિવારીમાળ સ્થિત માનવદાસ ચેરીટેબલ ટ્રસ્ટનું ઉલ્લેખનીય યોગદાન મળ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *