ડેપ્યુટી કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં નવા હોદ્દેદારોની વરણી
હળવદ એપીએમસી ખાતે હળવદ ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.હળવદ ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં તમામ ૮ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી જોકે ત્યાર પછી કોરોનાની બીજી લહેરના કારણે સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી. હળવદ એપીએમસી ખાતે ડેપ્યુટી કલેક્ટર કાથડબેનના અધ્યક્ષ સ્થાને હળવદ ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વાનુમતે પ્રમુખ તરીકે રણમલપુરના રસિકભાઈ વરમોરા ની વરણી કરવામાં આવી છે જ્યારે ઉપપ્રમુખ તરીકે રણછોડગઢના સોમાભાઈ ઠાકોર ની વરણી કરવામાં આવી હતી. માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલ ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં અધિકારીઓ સહિત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઇ કવાડીયા,માર્કેટયાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ,મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી રણછોડભાઈ દલવાડી,હળવદ તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ સોણોજીયા,હળવદ શહેર ભાજપ ના પુવૅ પ્રમુખ અજયભાઈ રાવલ. નરેન્દ્રસિંહ રાણા, વિનુભાઈ વામજા,જામનગર જિલ્લા કિસાન મોરચાના પ્રભારી રજનીભાઈ સંઘાણી,પૂર્વ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વલ્લભભાઈ પટેલ,યુવા ભાજપ અગ્રણી હિતેશભાઈ લોરીયા,નયનભાઈ પટેલ તેમજ ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટરશ્રી ઓ તેમજ એપીએમસીના ડિરેક્ટરશ્રીઓ અને ભાજપના અગ્રણીઓ હાજર રહી નવનિયુક્ત ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી.
અકંતિ રાવલ હળવદ




