મહેસાણા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન શ્રી જોશી સાહેબ અને અન્ય નર્સ બહેનો ને બાંધી રાખડી
મહેસાણા A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ PI શ્રી જે. એસ. પટેલ અને તેમના પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ને પણ રાખડી બાંધી કોરોના કાળ માં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી સેવા બદલ તેમનો આભાર માન્યો. PI શ્રી જે. એસ. પટેલ અને તેમના સ્ટાફ દ્વારા મહેસાણા ની બહેનો ની સુરક્ષા ની ખાતરી આપવામાં આવી. માનનીય સાંસદ શ્રી અને સમગ્ર મહિલા મોરચા ની ટીમ દ્વારા શહેરના સફાઈ કર્મચારીઓ ને પણ રાખડી બાંધી તેમની સેવાઓ બદલ તેમનો આભાર માન્યો. વડનગર GMERS મેડિકલ કોલેજના નર્સિંગ સ્ટાફ ને પણ રાખડી બાંધવામાં આવી અને કોરોના કાળ માં તેમની સેવાઓ બદલ આભાર માન્યો.
દેશની સેવામાં હંમેશા સરહદો ઉપર પોતાના પરિવાર થી દુર રહીને આપણી મા ભોમ ની સુરક્ષા કરતા આપણા મહેસાણા ખાતે ONGC ની મિલકતો ની રક્ષા માટે ફરજ બજાવતા દેશના CISF ના જવાનો ને પણ રાખડી બાંધી પરિવારના સભ્ય ની જેમ હૂંફ આપી.
રક્ષાબંધન પર્વ નિમિત્તે માનનીય સાંસદ શ્રી શારદાબેને જણાવ્યું કે આપણે ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પોલીસ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ વગેરે કોરોના વોરિયર્સ અને દેશના જવાનોનો ઉત્સાહ વધારવો જોઈએ અને આભાર માનવો જોઈએ. આ કોરોના કાળ માં આપણી સૌથી વધારે સેવા આ તમામ કોરોના વોરિયર્સ દ્વારા ઉત્કૃષ્ટ રીતે કરવામાં આવી છે. તેઓ પોતાના જીવ ના જોખમે દેશવાસીઓ ની સેવા કરી છે. એટલે આ રક્ષાબંધન ના પવિત્ર તહેવાર નિમિત્તે અમે બહેનો એ તેમની રક્ષા અને દુર્ગાયુષ માટે તેમને રક્ષા પોટલી બાંધી ને તેમનો આભાર પ્રકટ કર્યો છે. આ રાખડી અભિયાનમાં પ્રદેશ મહિલા મોરચાના મંત્રી અને મહેસાણા જિલ્લા મહિલા મોરચા પ્રભારી શ્રીમતી શ્રધ્ધાબેન ઝા અને મહેસાણા જિલ્લા મહિલા મોરચા પ્રમુખ કુ. આશાબેન પટેલ, મહામંત્રી શ્રી મતી નીતાબેન ભટ્ટ અને અન્ય કારોબારી અને કાર્યકર્તા બહેનો એ ઉલ્લાસભેર ભાગ લીધો.
રિપોર્ટ.. ડેવિડ પટેલ.






