ભાજપા, વડોદરા મહાનગર “શિક્ષક સેલ” દ્વારા બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે શિક્ષક સન્માન સમારોહ.

ભારતીય જનતા પાર્ટી, વડોદરા મહાનગર, શિક્ષક સેલ અને બ્રહ્માકુમારી આત્મચિંતન કેન્દ્ર દ્વારા વિશિષ્ટ યોગદાન બદલ શિક્ષક સન્માનનો સમારંભ આયોજીત કરવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમમાં સમાજમાં અને શાળામાં વિશિષ્ટ યોગદાન આપવા બદલ વડોદરા શહેરના અગ્રગણ્ય શિક્ષકોનું મોમેન્ટો અને સર્ટિફિકેટ અર્પણ કરી ભાજપા, વડોદરા મહાનગર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા તરીકે બ્રહ્માકુમારી કેન્દ્રના સંચાલિકા અરુણા દીદી અને પોલિટિકલ સાયન્સ ડિપાર્ટમેન્ટ,MSU ના એચઓડી શ્રીમાન અમિતભાઈ ધોળકિયાએ હાજરી આપી હતી. અરુણા દીદીએ જીવન મૂલ્યો વિશે વાત કરી હતી જ્યારે ધોળકિયા સાહેબે શિક્ષકની ગરીમા વિશે ચર્ચા કરી હતી.સદર કાર્યક્રમમાં અકોટા વિધાનસભાના ધારાસભ્યશ્રી સીમાબેન મોહિલે, મહાનગર મહામંત્રીશ્રી સુનિલભાઇ સોલંકી, શ્રી રાકેશભાઈ સેવક, જશવંતસિંહ સોલંકી, મહાનગરપાલિકાના દંડકશ્રી ચિરાગભાઈ, સ્થાનિક કોર્પોરેટરોશ્રી નરવીરસિંહ ચુડાસમા, શ્રીમતી સંગીતાબેન ચોકસી, મહાલક્ષ્મીબેન શેટિયાર, સ્થાનિક વોર્ડ પ્રમુખ શ્રી જયેશભાઇ પરમારે હાજરી આપી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *