શિક્ષક દિન નિમિત્તે, સાઠંબામાં ૪થા પુસ્તક પરબનું આયોજન. ઈ મેગેઝિનનું વિમોચન

બાયડ તાલુકાના સાઠંબા ગામે “મૂળ નગરજન સમિતિ” અને “માતૃભાષા અભિયાન ટ્રસ્ટ અમદાવાદ” ના સહયોગથી ગ્રંથમંદિર લાઇબ્રેરી ચાલે છે. જે અંતર્ગત આજે ચોથા પુસ્તક પરબમાં મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર ના પ્રમુખ શ્રી ડો. ગુલાબ ચન્દ પટેલ,ગાંધીનગરના હસ્તે “તત્વમસિ” ઈ મેગેઝિનનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના નવોદિત લેખકોને સ્થાન મળ્યું છે. આ પ્રસંગે ડૉ પટેલ દ્વારા ઉમદા વિચારો સંબંધ પણ ઉમેરો જરા સારવારમાં વિશે ના પુસ્તક પર થી તથા વયસન મુક્તિ વિશે ગાંધીજી ના ઉદાહરણ સાથે વાત કરી હતી આ કાર્યક્રમ માં શિક્ષક દિવસ નિમિતે શુભેચ્છા પાઠવી હતી. શ્રી મિલન નાયબ મામલતદાર દ્વારા ગુજરાતી માં સુંદર ગઝલ રજૂ કરવામાં આવી હતી શ્રી પાર્થ ભાઇ દ્વારા સાવિત્રી બેન ફુલે ની શિક્ષણ માટે કરેલી સેવાઓ ને બિરદાવી હતી અને જ્યોતિબા ફુલે ને પણ યાદ કર્યા હતા. ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા શ્રી ઉમંગ રાવલ ને ગામડા માં આવી ગ્રંથાલય ની સેવાઓ ને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમ નાનકડી વાચક દીકરી ત્રીસા ને રાષ્ટ્ર ધ્વજ ની ગિફ્ટ આપી સમ્માનિત સમ્માનિત કરવામાં આવી હતી. 
સાહિત્ય બેઠકમાં ગ્રંથપાલ ગ્રીષ્માબેન જોશી દ્વારા પ્રવૃત્તિઓનો અહેવાલ આપવામાં આવ્યો હતો.  ગામના બાળકો અને યુવાનોએ પોતાની સાહિત્યિક કૃતિઓ રજૂ કરી હતી. સ્થાનિકોએ લાઇબ્રેરીની સુંદર સાહિત્યિક પ્રવૃત્તિને બિરદાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *