મહાન કવિ,કુશળ લેખક,ઉત્કૃષ્ટ વકતા, સફળ રાજનેતા એવા દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન અટલબીહારી વાજપેયીની આજે જન્મજયંતિ: અટલજીને કોટી કોટી વંદન કરતા ધારાસભ્ય ઉદય કાનગડ

દેશના પૂર્વ પ્રધાનમંત્રીશ્રી અને ભારતરત્ન અટલબીહારી વાજપેયીનો આજે તા.રપ ડીસેમ્બરના રોજ જન્મદિવસ છે ત્યારે વિધાનસભા ૬૮–રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડએ શ્રધ્ધૈય શ્રી અટલબીહારી બાજપાઈજીને શત શત નમન કરતા જણાવેલ કે શ્રધ્ધૈય અટલજી બિહારી વાજપેયીનો જન્મ તા.રપ ડિસેમ્બર,૧૯ર૪ના રોજ ગ્વાલીયરના બ્રાહમણ પરિવારમાં થયો હતો. પોતાના જીવનકાળ દરમ્યાન અનેક ઉતાર–ચઢાવનો અનુભવ કરનાર અટલજી બચપણમાં વિદ્યાર્થી પ્રવૃતિઓથી લઈને આર.એસ.એસ.ના સ્વયંસેવક અને ત્યારબાદ સંઘના પ્રચારક બની ગયા. સંઘમાંથી જનસંઘમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના યુવા સાથી બની રાજનિતીમાં પદાપર્ણ કર્યું. સત્યાગ્રહો–આંદોલનોમાં સક્રિય રહયા. જનસંઘ પછી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બન્યા. ૧૯૭૭માં જનતા પક્ષની સરકારમાં વિદેશ પ્રધાન અને લગાતાર ત્રણ–ત્રણ વાર ભારતના વડાપ્રધાન બન્યા. ૧૯૯૩માં કાનપુરની વિશ્વ વિદ્યાલયે માનદ ડોકટરની ડીગ્રી એનાયત કરી. ૧૯૯૯માં પ્રસિધ્ધ લોકમાન્ય તિલક એવોર્ડ આપવામાં આવ્યો. ૧૯૯૮માં દેશની સંસદે તેઓને સર્વસંમતિથી સર્વશ્રેષ્ઠ સાંસદનો ઉચ્ચ ખિતાબ આપ્યો. ર૦૧૪માં તેમને ‘ભારત રત્ન’ પુરસ્કારથી નવાજવામાં આવ્યા.આમ અટલજી એક મૂલ્યનિષ્ઠ રાજનેતાની સાથોસાથ ઉતમ વકતા, ઉમદા લેખક, વિચારવાન વિચારક અને સાચા ઈન્સાન તો હતા જ પરંતુ એક સંવેદનશીલ કવિ પણ હતા.તેઓ પ્રજાસતાક ભારતના ૧૦માં વડાપ્રધાન તરીકે અલગ–અલગ ત્રણ સમયગાળા માટે પ્રધાનમંત્રી પદે રહી ચૂકયા હતા. અટલજી માત્ર રાજકીય વિચારધારા સાથે નહી પરંતુ રાષ્ટ્રવાદની વિચારધારા અને સર્વજન હિતાય, સર્વજન સુખાય સાથે રાષ્ટ્ર માટે પોતાનું સમગ્ર જીવન અર્પણ કર્યુ છે,અટલ બિહારી વાજપેયી એક પ્રભાવશાળી નેતા અને મહાન વકતા હતા, જેઓ વિવિધ પુષ્ઠભૂમિ અને વિચારધારાઓના લોકોને સાથે લાવવાની તેમની ક્ષમતા માટે જાણીતા હતા.કઠિન પરિસ્થિતિઓમાં પણ શાંતિ,સંયમ અને સંવાદને મહત્વ આપનાર અટલજી એ ભારતને વૈશ્વિક મંચ પર ગૌરવ અપાવ્યું હતું. વિકાસ, સુરક્ષા અને સુશાસનના તેમના સિધ્ધાંતો આજે પણ દેશની નીતિઓને દિશા આપે છે.


તેઓ ભારતીય જનતા પાર્ટીના સ્થાપક સભ્ય હતા અને પાર્ટીના વિકાસમાં મહત્વની ભુમિકા ભજવી હતી. અટલબિહારી વાજપેયી એક કવિ અને લેખક હતા, તેમની કવિતા તેમની ઉંડાઈ અને સુંદરતા માટે વ્યાપકપણે વખણાઈ હતી. રાષ્ટ્ર પ્રત્યે તેમના યોગદાનની માન્યતામાં તેમને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારતરત્ન’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અટલજીએ લોકોને મોટા સપના જોવા અને તેમના ધ્યેયો હાંસલ કરવા સખત મહેનત કરવાની પ્રેરણા આપી હતી અને ભારતના વિકાસ અને પ્રગતિમાં તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.
અટલજી ભારતના સમૃધ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવાના મહત્વમાં માનતા હતા અને કલા અને સાહિત્યના આશ્રયદાતા હતા. અટલ બિહારી વાજપેયીને તેમની પ્રમાણિકતા અને જાહેર સેવા પ્રત્યેની પ્રતિબધ્ધતા માટે સમગ્ર રાજકીય સ્પેકટ્રમના લોકો ધ્વારા ઉંડો આદર અને પ્રશંસા કરવામાં આવી હતી. તેમનો વારસો ભારત અને સમગ્ર વિશ્વમાં લોકોને પ્રેરણા આપતો રહે છે અને તેમને ભારતના મહાન નેતાઓમાંના એક તરીકે હરહંમેશ યાદ કરવામાં આવશે. તેમજ અટલજીનું રાજકીય વ્યકિતત્વ હંમેશા વિવાદોથી પર રહયું હતું.તેઓ અજાતશત્રુ હતા. ભારતીય રાજનિતીના નોખા–અનોખા રાજનેતા અટલજી વચન, પ્રવચન, અને આચરણ ના આકદમ પુરૂષ હતા.અટલજીની પાંચ દશક લાંબી રાજકીય યાત્રા, રાજનિતી ક્ષેત્રે સૌ કોઈ માટે પ્રેરણાદાયી બની રહી હતી ત્યારે અટલજી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારાના જીવંત પ્રતિક સમાન હતા. વડાપ્રધાન તરીકે તેમણે દેશની જનતામાં એક અમિટ છાપ છોડી લાખો લોકોના હ્રદયમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે અને કાર્યકર્તામાં ઘડતર અને રાષ્ટ્રવાદની ભાવનાનું સિંચન કર્યુ છે.
આજે સમગ્ર દેશ પોતાના ભારત રત્ન અટલજીને એક આદર્શ વિભૂતિ તરીકે યાદ કરી રહયો છે. અટલજીએ પોતાની સરળતા અને સહજતાથી કરોડો ભારતીયોના હ્રદયમાં એક અનોખું સ્થાન બનાવ્યું હતુ. સમગ્ર દેશ અટલજીના યોગદાન પ્રત્યે કૃતજ્ઞ છે. અટલજીનું સમગ્ર જીવન સુશાસન, એકતા અને પ્રગતિના સિધ્ધાંતોને મૂર્તિમંત કરે છે ત્યારે તેમના ઉચ્ચ આદર્શોને જીવનમાં ઉતારીને દેશસેવાના માર્ગે અવિરત આગળ વધીએ તેમ શ્રધ્ધૈય અટલજીને જન્મદિવસ અંતર્ગત શત શત નમન કરતા અંતમાં ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM