એ હેડો લ્યા સિટી બસ આયી.

રિપોર્ટ-વિશ્વાસ પટેલ-મહેસાણા

તારીખ 05/09/2021 ના રોજ મહેસાણા જિલ્લા ખાતે સરકારશ્રી ની મુખ્યમંત્રી કોઈ બસ પરિવહન યોજના અંતર્ગત મહેસાણા સિટી બસ સર્વિસ અને ઑટોમૅટિક મશીન (ગટર સાફ સફાઈ mate) નો શુભારંભ શ્રી નીતિનભાઈ પટેલ (માન. નાયબમુખ્યમંત્રી ગુજરાત રાજ્ય) ના વરદ હસ્તે કરવામાં આવ્યું   જેની સાથે સાથે રૂ.12,00,000/- ના ખર્ચે નવનિર્મિત સિટી બસ સ્ટેન્ડ નું લોકપર્ણ પણ કરવામાં આવ્યું હતું.
જેમાં મહેસાણા નગરપાલિકા ના પ્રમુખ શ્રી વર્ષાબેન એમ. પટેલ અને ઉપપ્રમુખ શ્રી કાનજીભાઈ દેસાઈ,કૌશિકભાઈ વ્યાસ(ચેરમેન-કારોબારી સમિતિ), પ્રહલાદભાઈ પટેલ(ચેરમેન-ગેરેજ અને ટ્રાન્સપોર્ટ સમિતિ) , દીપકભાઈ પટેલ(ચેરમેન- બાંધકામ સમિતિ) જસુભાઈ પટેલ (ભાજપ જિલ્લા પ્રમુખ મહેસાણા) અને અન્ય મહેસાણા નગરપાલિકા ના સભ્ય શ્રી અને ભાજપ ના આગેવાનો એ હાજરી આપી હતી. મહેસાણા સિટી બસ સેવા સારું થયી એનો આનંદ મહેસાણા વાસીઓ મા જોવા મળી આવ્યો. મહેસાણા સિટી બસ ટોટલ 8 રૂટ માં સેવા આપશે જેમાં મહિલા અને નાના ભૂલકા ઓને ફ્રી માં સફર મળશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *