ડાંગ જિલ્લાના દુર્ગમ વિસ્તારના ગામડાઓ ખૂંદતા કેન્દ્રિય ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી ફગ્ગનસિંગ કુલસ્તે

રાજ્યના ગ્રામ વિકાસ મંત્રી શ્રી બચુભાઇ ખાબડ સહિત સ્થાનિક પદાધિકારીઓ પણ જોડાયા

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

કેન્દ્રિય સ્ટીલ અને ગ્રામ વિકાસ વિભાગના રાજયમંત્રી શ્રી ફગ્ગનસિંગ કુલસ્તે એ ડાંગ જિલ્લાના દુર્ગમ વિસ્તારના ગામડાઓ ખૂંદી ગ્રામ વિકાસની જાતમુલાકાત લીધી હતી.

તેમની સાથે રાજ્યના ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન, અને ગૌ સંવર્ધન રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ સહિત ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત સહિતના સ્થાનિક પદાધિકારીઓ પણ જોડાયા હતા

ડાંગના આંગણે પધારેલા મહાનુભાવોએ નાનાપડા તથા રંભાસ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના, ગ્રામ્ય સખી મંડળો વિગેરેના લાભાર્થીઓને મળી, તેમની આજીવિકા સહિતની પ્રવૃતિઓની વિગતો મેળવી હતી.

દરમિયાન કેન્દ્રિય મંત્રીશ્રીએ ડાંગ જિલ્લાના શબરિધામ, પમ્પા સરોવર, નાનાપાડા, અને રંભાસ સહિત વાસુરણા, અને ગિરિમથક સાપુતારાની પણ મુલાકાત લીધી હતી.

મહાનુભાવોની આ મુલાકાત દરમિયાન ડાંગ જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત વિભાગોના અધિકારીઓએ ઉપસ્થિત રહી, તેમની કામગીરીથી મંત્રીશ્રીને અવગત કરાવ્યા હતા. આ વેળા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપીન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત, નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.આઈ.વસાવા, ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ડી.એન.ચૌધરી, સુરતના નિયામક શ્રી બી.એમ.પ્રજાપતિ, મામલતદારો સર્વશ્રી પ્રતિક પટેલ અને સી.એ.વસાવા, જિલ્લા પશુપાલન અધિકારી શ્રી હર્ષદ ઠાકરે, આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી શ્રી રતિલાલ ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM