જૂનાગઢ સમાજ સુરક્ષા દ્રારા વિશ્વ વૃધ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી

જૂનાગઢ સમાજ સુરક્ષા વિભાગ અને વહિવટી તંત્રના સયુંક્ત ઉપક્રમે શહેરના વૃધ્ધ નિકેતન સંસ્થા ખાતે વિશ્વ વૃધ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજયના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત જિલ્લા કક્ષાએ સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી કાર્યરત છે.તા. ૧ ઓક્ટબર ને વિશ્વ વૃધ્ધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષાના સયુંક્ત ઉપક્રમે અને સમાજ સુરક્ષા અધિકારીના નિયંત્રણ હેઠળ ગ્રાન્ટ ઇન એડ સંસ્થા વૃદ્ધ નિકેતન જૂનાગઢ ખાતે વિશ્વ વૃધ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્રારા જરૂરીયાતમંદ વડીલોને લાકડી, વ્હીલચેર, તેમજ વોકરનું વિતરણ કરવામાં આવેલ હતું. જૂનાગઢ તાલુકા આરોગ્ય વિભાગ દ્રારા વડીલોનું મેડીકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. તેમજ જે સીમટમ્સ જણાતા હોય તે વડીલોને કોવિડ-૧૯ અંતર્ગત ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, સંસ્થાના પ્રમુખ, મંત્રી, તાલુકા હેલ્થ કચેરીની મેડીકલ ટીમ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, લોક સાહિત્ય કલાકાર અમુદાનભાઇ ગઢવી, સરકારી ચિલ્ડ્રન હોમના અધિક્ષક ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *